ટ્રેન્ડિંગનેશનલમીડિયા

‘પોલીસનો વાંક નથી’ અલ્લુ અર્જુનની ધરપકડ પર પવન કલ્યાણનું નિવેદન

તેલંગાણા, 30 ડિસેમ્બર 2024 : સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુન સામેની કાર્યવાહી અંગે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની પ્રશંસા કરતા તેમને “મહાન નેતા” ગણાવ્યા. તેમણે અલ્લુ અર્જુનને એવું પણ સૂચન કર્યું કે તેમણે પહેલા નાસભાગમાં માર્યા ગયેલા મહિલાના પરિવારને મળવું જોઈતું હતું.

મંગલગિરીમાં સોમવારે (30 ડિસેમ્બર, 2024) પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં, ફિલ્મ અભિનેતા કલ્યાણે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં બનેલી નાસભાગની ઘટના અંગે તેમનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો. વાત જાણે એમ છે કે અલ્લુ અર્જુન પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ફિલ્મ સ્ટારના આગમનને કારણે ત્યાં ભાગદોડ થઈ હતી. આ ઘટનામાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. આ પછી તરત જ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય પછી જામીન મળી ગયા હતા.

‘પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે’

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમએ કહ્યું કે અધિકારીઓ માટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી મહત્ત્વપૂર્ણ છે. કાયદો દરેક માટે સમાન છે. આવી ઘટનાઓમાં પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જો કે, થિયેટર સ્ટાફે અલ્લુ અર્જુનને પરિસ્થિતિ વિશે અગાઉથી જાણ કરવી જોઈતી હતી.

ખાસ વાત એ છે કે પવન કલ્યાણ અલ્લુ અર્જુનનો સંબંધી છે. અલ્લુ અર્જુનની કાકી સુરેખાએ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી સાથે લગ્ન કર્યા છે અને તે પવન કલ્યાણના મોટા ભાઈ છે. જ્યારે પવન કલ્યાણને પૂછવામાં આવ્યું કે અભિનેતા આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શક્યા હોત તો પવન કલ્યાણે કહ્યું, “જો અલ્લુ અર્જુન પીડિતાના પરિવારને પહેલા મળી ગયો હોત તો સારું થાત, તેનાથી તણાવ ઓછો થાત.” ફિલ્મ અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે તેનો મોટો ભાઈ ચિરંજીવી પણ તેની ફિલ્મોના સ્ક્રીનિંગમાં આવતો હતો પરંતુ હંગામો ન થાય તે માટે તે ઘણીવાર માસ્ક પહેરતો હતો.

આ પણ વાંચો :કબ્રસ્તાનમાંથી ખોપરીની ચોરી કરતો તસ્કર ઝડપાયો, કારણ જાણીને પોલીસે પણ માથું ખંજવાળ્યું

Back to top button