ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

પાવાગઢ: પ્રાંત અધિકારીએ રોપ-વે કંપનીને આપી નોટીસ કહ્યું- ખામી કઈ રીતે સર્જાઈ ખુલાસો કરો!

Text To Speech

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત શુક્રવારે મોડી સાંજે રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાતા ભક્તોથી ભરેલી રોપ-વે અધવચ્ચે ફસાઈ ગઈ હતી.યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. હવામાં અટવાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા માટે ઓપરેટિંગ કંપનીએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાક બાદ રોપ-વેને સરળ બનાવવામાં આવ્યો હતો.આ મામલે પ્રાંત અધિકારીએ રોપ-વે કંપનીને નોટિસ પાઠવી ખૂલાસો માગ્યો હોવાની વિગતો સામે આવી છે.

પ્રાંત અધિકારીએ રોપ-વે સંચાલકોને નોટિસ પાઠવી

પાવાગઢ ખાતે બે દિવસ પહેલા રોપ-વે અધવચ્ચે બંધ થઇ જતા રોપ- વે સેવા ખોટકાઇ હતી. આ સમય સુધી ઉડન ખટોલામાં ફસાયેલા 10 જેટલા શ્રદ્ધાળુઓના શ્વાસ અટવાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું., સંચાલકોએ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ હવે હાલોલ પ્રાંત અધિકારીએ રોપ-વે સંચાલકોને નોટિસ પાઠવી છે. હાલોલ પ્રાંત અધિકારીએ રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે, કે રોપ-વેમાં ખામી કઇ રીતે સર્જાઇ ?

રોપ-વે સેવાના મેનેજરે લોકોને અફવાથી દૂર રહેવા કરી અપીલ

રોપ-વેમાં ખામી સર્જાયાના બીજા દિવસથી જ યાત્રાધામ પાવાગઢમાં ટેક્નિકલ ખામી બાદ ફરી રોપ-વે સેવા પૂર્વવત થઇ છે, ત્યારે રોપ-વે સેવાના મેનેજરે લોકોને અફવાથી દૂર રહી સેવાનો લાભ લેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : ધો.10ની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી વેપારીએ વારંવાર દુષ્કર્મ કર્યુ

Back to top button