ગુજરાતધર્મ

શું તમે પણ પાવાગઢમાં ધજા ચઢાવવા માંગો છો ?, જાણી લો સૌથી સરળ રીત

Text To Speech

ગુજરાતમાં પાવાગઢ મહાકાલી મંદિરમાં ધજા ચઢાવવા માંગતા કોઇ પણ વ્યક્તિ હવે ધજા ચઢાવી શકશેનો પાવાગઢ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. કાલ સુધી મંદિરના ઘુમ્મટ પર મંદિરની જ ધજા ફરકાવવામાં આવતી હતી. પણ નવા બનેલ મંદિર ખાતે હવે કોઈ પણ સામાન્ય જનતા મંદિર માંથી ધજા ખરીદીને ધ્વજારોહણ કરી શકશે.

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. જે બાદ હવે નવરાત્રિમાં પાવાગઢ મંદિર પર ધજા ભક્તો પણ ધજા ચઢાવી શકેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે મંદિર ટ્રસ્ટે ચર્ચા વિચારણા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે.

pavagadh

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય:

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે માઈભક્તો દક્ષિણા આપીને મંદિર પર ધજા ચઢાવી શકે છે. આ માટે દક્ષિણાનો અલગ અલગ ચાર્જ રાખવામાં આવ્યા છે. જે ધજાની અલગ અલગ સાઈઝ મુજબ નક્કી થશે. જેમાં 11 ફૂટથી લઈને 51 ફૂટની ધજા માટે દક્ષિણા જાહેર કરવામાં આવી છે. ભક્તો હવે દક્ષિણા આપી પોતાની મરજી મુજબની ધજા પાવાગઢ મંદિર પર ચડાવી શકશે. ભક્તોમાં ધજારોહણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઇન જાહેર કરાઈ છે. ધજારોહણ માટે ભક્તોએ દક્ષિણા ચૂકવવી પડશે.

  • 11 ફૂટની ધજા માટે 3100 રૂપિયા દક્ષિણા
  • 21 ફૂટની ધજા માટે 4100 રૂપિયા દક્ષિણા
  • 31 ફૂટની ધજા માટે 5100 રૂપિયા દક્ષિણા
  • 41 ફૂટની ધજા માટે 6,100 રૂપિયા દક્ષિણા
  • 51 ફૂટની ધજા માટે 11000 રૂપિયા દક્ષિણા

નવરાત્રિનો પર્વ નજીક છે. ત્યારે નવરાત્રીમાં પાવાગઢની મહાકાળી માતાનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસો મોટી સંખ્યામાં માઈ ભક્તો મહાકાળીના દર્શને આવતા હોય છે. ત્યારે હવે મહાકાળી માતાના મંદિરનો જીર્ણોદ્વાર બાદ ભક્તોની સંખ્યા વધી ગઈ છે.

આ પણ વાંચો : વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના સર્વેસર્વા હવે ‘જેલમાં’!

તેથી માતાજીના ટ્રસ્ટ દ્વારા ભક્તોને ધજા ચઢવવાની સુવિધા આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી છે.

Back to top button