બિહારની રાજધાની પટનામાં ગંગા નદીમાં વચ્ચે બોટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. ગંગા નદી વચ્ચે આવેલી બોટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
બ્લાસ્ટમાં ચાર લોકોના મોત, અનેક ઘાયલ
મળતી માહિતી મુજબ બોટમાં જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અચાનક ગેસ લીક થવાને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. નદીની વચ્ચે જ આગની જ્વાળાઓમાં બોટમાં સવાર 4 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલા મનેર પોલીસ સ્ટેશનના અધ્યક્ષે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ ખબર છે. રેસ્ક્યુ ટીમે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હજુ ઘાયલોના સત્તાવાર આંકડા સામે નથી આવ્યા.