પાટિલે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન : કહ્યું, દેશના લોકો લોકશાહી માટે સમર્પિત
74 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કર્યું. આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કોંગ્રેસ પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે : પ્રગતિ આહીરની વેદના
સી. આર.પાટિલે ધ્વજવંદન બાદ કહ્યું હતું કે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દર વર્ષની જેમ અઅઆ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવી. પ્રજસત્તાક દિન નિમિતે પાટિલે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતાં કહ્યું હતું કે 15 મી ઓગસ્તના રોજ આપનો દેશ આઝાદ થયો હતો અને ત્યાર બાદ 26 મી જાન્યુઆરીના રોજ બાબા સાહેબ આંબેડકરજીના બંધરને લાગુ કરવામાં આવ્યું હતું. બાબાસાહેબ દ્વારા જે બંધારણ બનવવમાં આવ્યું હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યું છે અને તેમ કોઈ પણ ફેરફર્કરવાની જારૂ પડી નથી.
આ પણ વાંચો : બોટાદ: 74 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા હાજર
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી વાળો આપનો ભારત દેશ છે તે આપણે ગર્વથી કહી શકી છીએ. કેટલાક લોકો મજાક કરતાં હતા કે લોકશાહી ભારતની પ્રજાને હદસે નહિ પરંતુ આ દેશના લોકોએ તેવી ધારણા ને આજે ખોટી સાબિત કરીને બતાવી છે, આ દેશના લોકો લોકશાહી માટે સમર્પિત છે અને લોકશાહીના જતન માટે મજબૂતાઈથી ઊભા રહ્યા છે. આજે દેશના સર્વાંગી વિકાસ માટે દેશના દરેક નગરિકનો ફાળો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈએ આગળ વધી રહ્યો હોવાની વાત સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી.