અમદાવાદમાં લોહીની અછતથી દર્દીઓને હાલાકી, બ્લડ યુનિટ કલેક્શનમાં જંગી ઘટાડો
- બ્લડ બેંકોમાં પણ 60થી 70 ટકા જેટલા બ્લડ યુનિટની તંગી
- સામાન્ય રીતે મહિને 3600થી 4000 બ્લડ યુનિટ એકત્ર થતું હતું
- બ્લડ યુનિટ કલેક્શન 70 ટકા ઘટયું છે
અમદાવાદમાં લોહીની અછતથી દર્દીઓને હાલાકી પડી રહી છે. જેમાં બ્લડ યુનિટ કલેક્શનમાં જંગી ઘટાડો થયો છે. તેમજ બ્લડ યુનિટ કલેક્શન 70 ટકા ઘટયું છે. કાળઝાળ ગરમીની અસર દેખાતા દર્દીના સગાંને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે દર્દીના સગાને સોશિયલ મીડિયામાં મદદની અપીલ કરવી પડે છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતું રોકવા પાંચ નવા STPનું આયોજન
સામાન્ય રીતે મહિને 3600થી 4000 બ્લડ યુનિટ એકત્ર થતું હતું
સામાન્ય રીતે મહિને 3600થી 4000 બ્લડ યુનિટ એકત્ર થતું હતું. જેમાં ભારે ગરમી અને વેકેશનના કારણે અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં જંગી ઘટાડો થયો છે, જેના કારણે લોહીની ભારે અછત વર્તાઈ રહી છે, જેની સીધી અસર હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પર પડી રહી છે. બ્લડ યુનિટ જલદી મળતું ના હોવાથી કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. શહેરની એક બ્લડ બેંકમાં અત્યારે બ્લડ યુનિટ કલેક્શનમાં 70 ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. બ્લડ બેંક સાથે સંકળાયેલા તબીબના કહેવા પ્રમાણે સામાન્ય રીતે મહિને 3600થી 4000 બ્લડ યુનિટ એકત્ર થતું હતું, જોકે ભારે ગરમીના કારણે હાલમાં માંડ 1200થી 1500 યુનિટ જ મળી રહ્યા છે. અન્ય કેટલીક બ્લડ બેંકોમાં પણ 60થી 70 ટકા જેટલા બ્લડ યુનિટની તંગી છે.
હાલ બ્લડ ડોનેટ વધુ થાય તેની જરૂરિયાત છે
સોલા સિવિલ હોસ્પિટલ ખાતેની બ્લડ બેંકમાં એ પોઝિટિવ અને એબી પોઝિટિવ બ્લડ ગ્રૂપની ખૂબ જ અછત હોવાથી સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અપીલ કરતું લખાણ જાહેરમાં લખવામાં આવ્યું છે. આ સંદર્ભે બ્લડ બેંક સાથે સંકળાયેલા ડોક્ટરે જણાવ્યું હતું કે, ગરમીના કારણે બ્લેડ ડોનેશન કેમ્પ ઓછા ઓર્ગેનાઈઝ થઈ રહ્યા છે. એક વ્યક્તિના રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિની જિંદગી બચી શકે છે. હાલ બ્લડ ડોનેટ વધુ થાય તેની જરૂરિયાત છે.