હોસ્પિટલની ઘોર બેદરકારી, AB+ ને બદલે O+ લોહી ચડાવતાં દર્દીનું થયું મૃત્યુ
- જયપુરની પ્રખ્યાત હોસ્પિટલ સવાઈ માન સિંહ હોસ્પિટલ (SMS)માં ઘોર બેદરકારી, AB+ ને બદલે O+ લોહી ચડાવવામાં આવતા દર્દીનું થયું મૃત્યુ
જયપુર, 23 ફેબ્રુઆરી: રાજસ્થાનના જયપુરની પ્રખ્યાત સવાઈ માન સિંહ હોસ્પિટલમાં મોટી બેદરકારી પ્રકાશમાં આવી છે. અહીં હોસ્પિટલના સ્ટાફે અકસ્માત બાદ દાખલ થયેલા યુવકને સારવાર દરમિયાન AB+ને બદલે O+ બ્લડ ચડાવવામાં આવ્યું હતું, જેના કારણે દર્દીની હાલત વધુ ખરાબ થઈ હતી, ત્યારે આજે તે યુવકનું મૃત્યુ થયું છે. જેથી હોસ્પિટલમાં ભારે હોબાળો થયો છે. હોબાળા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, બાંદિકૂઈ શહેરના રહેવાસી 23 વર્ષીય સચિન શર્માનો કોટપુતલી શહેરમાં અકસ્માત થયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી સચિનને જયપુરની સરકારી સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અકસ્માતમાં ઘણું લોહી વહી ગયું હતું
આ અકસ્માતમાં સચિનનું ઘણું લોહી વહી ગયું હતું. આ અંગે ડોક્ટરોએ સચિનને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું કહ્યું હતું. સચિનને એબી પૉઝિટિવ બ્લડ જોઈતું હતું, પરંતુ વૉર્ડ બોયએ તેને બીજા દર્દીના ‘ઓ પૉઝિટિવ‘ બ્લડ માટે સ્લિપ આપી. આ પછી જ્યારે સચિનને AB+ની જગ્યાએ O+ બ્લડ આપવામાં આવ્યું તો તેની હાલત વધુ ખરાબ થવા લાગી હતી. ત્યાર બાદ આજે શુક્રવારે હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ સચિન શર્માનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો હતો ત્યાર બાદ આ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો ત્યારે સરકારે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?
સવાઈમાન સિંહ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાજીવ બગરાટ્ટાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ અમે તેની તપાસ માટે ગઈકાલે જ એક કમિટી બનાવી છે. તમામ વિષયો પર તપાસ ચાલી રહી છે, અમે થોડા જ કલાકોમાં રિપોર્ટ રજૂ કરીશું.
આ પણ વાંચો: સંદેશખલીમાં ફરી હિંસા ભડકી, સ્થાનિકોએ શાહજહાં શેખની મિલકતમાં આગ ચાંપી