ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

કેન્સર સામેના જંગમાં પાટીદાર તથા જૈન સમાજની અનુકરણીય પહેલ

  • કેન્સર સામેના જંગમાં પાટીદાર તથા જૈન સમાજની અનુકરણીય પહેલ
  • મહિલાઓને જી.જી.હોસ્પિટલ સુધી લાવવાથી લઈ મેમોગ્રાફી સહિતનો તમામ ખર્ચ ઉપાડે છે
  • જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 1500થી વધુ મહિલાઓની મેમોગ્રાફી તપાસ

જામનગર : મહિલાઓ સ્તન કેન્સર વિશે જાગૃત બને તેમજ સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવી કેન્સર સામે રક્ષણ મેળવે તે હેતુથી વૈશ્વિક સ્તરે ઓક્ટોબર માસને “સ્તન કેન્સર જાગૃતિ માસ” તરીકે ઉજવવામાં આવે છે. સ્ત્રીઓમાં ચિંતાજનક રીતે સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જરૂરી બન્યું છે કે મહિલાઓ શરમ અને સંકોચ છોડી સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવે અને કેન્સરની હાડમારીથી રક્ષણ મેળવે.કેન્સર જાગૃતિ માસની ઉજવણીમાં જામનગરની જૈન તથા પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓએ પ્રેરણાદાય પહેલ આરંભી છે.આ સંસ્થાઓ પોતાના સમાજની બહેનોનું ગૃપ બનાવી તેઓને જામનગરની જી.જી.હોસ્પિટલ સુધી લઈ આવે છે. અને મહિલાઓની સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરવામાં આવે છે જો કોઈ મહિલામાં કેન્સરના લક્ષણો જણાય તો તેને આગળની સારવારમાં પણ સંસ્થા સંપૂર્ણપણે મદદરૂપ બને છે.આમાંની જૈન સેવા સંસ્થા મહિલાઓને ઘરેથી હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા તેમજ મેમોગ્રાફી સહિતનો તમામ ખર્ચ પૂરો પાડે છે.

જૈન યુવક સેવા સંસ્થાના રીટા મહેતા જણાવે છે કે સંસ્થા દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ છે, જી.જી.હોસ્પિટલમાં તદ્દન નજીવા દરે મેમોગ્રાફી તપાસ કરવામાં આવે છે સમાજની મહિલાઓ કેન્સરથી બચી શકે તે માટે તેઓને જી.જી. હોસ્પિટલ સુધી લઈ જવાની તેમજ તે અંગેનો તમામ ખર્ચ ઉપાડવાની અમારી સંસ્થાએ તૈયારી બતાવી. મહિલાઓ પણ ઉત્સાહભેર મેમોગ્રાફી કરાવવા આગળ આવી અને નિરંતર સંસ્થા દ્વારા 15-20 બહેનોનું ગૃપ બનાવી આ બહેનોની મેમોગ્રાફી કરાવવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં 200 જેટલી મહિલાઓનું મેમોગ્રાફી ચેકઅપ પૂર્ણ થયું છે. તેમજ, તમામ જ્ઞાતિઓ કેન્સર સામેના જંગમાં સહભાગી બને અને સમાજને કેન્સર મુક્ત બનાવવા યથાશક્તિ પ્રયત્નો કરે.

કેન્સર..-humdekhengenews

આવી જ અન્ય એક સંસ્થા છે ખોડલધામ મહિલા સમિતિ. આ સંસ્થાએ પણ પાટીદાર સમાજના બહેનોની મેમોગ્રાફી તપાસ કરાવવાનું અભિયાન હાથ ધર્યું છે. તેમના દ્વારા જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના 1500થી વધુ મહિલાઓની મેમોગ્રાફી તપાસ આ સંસ્થાના માધ્યમથી શક્ય બની છે. અને જેમાંના બે-ત્રણ બહેનોને કેન્સરનું નિદાન થતાં પ્રાથમિક તબક્કે જ તેઓને સારવાર મળી રહેતા તેઓ હાલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

જી.જી.હોસ્પિટલનાં ડો.શિલ્પા ચુડાસમા આ અંગે જણાવે છે કે સમાજમાંથી સ્તન કેન્સર નાબુદી માટે તમામ જ્ઞાતિ તથા સામાજિક સંગઠનોએ જાગૃત થવાની જરૂર છે.જી.જી.હોસ્પિટલ ખાતે નજીવા દરે સરળતાથી મેમોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે જૈન તથા પાટીદાર સમાજની જેમ જ અન્ય સમાજોએ પણ સ્તન કેન્સરથી બચવા મેમોગ્રાફી તપાસને ખાસ અભિયાનના ભાગરૂપે પોતાના સમાજના વધુમાં વધુ મહિલાઓ આ તપાસ કરાવે તે માટે આગળ આવવું જોઈએ અને સ્વસ્થ અને મજબૂત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

આ પણ વાંચો : વિશ્વ સ્ટ્રોક દિવસઃ આવો જાણીએ તેનાં લક્ષણ, સારવાર અને નિદાનની પદ્ધતિ વિશે

Back to top button