અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટે રદ કર્યા

Text To Speech

અમદાવાદ, 02 માર્ચ 2025: ગુજરાતમાં 2015માં અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવાની કરવામાં આવેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ જેવા પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસ હવે રદ થશે.

આ કેસ પરત ખેંચવાની મંજૂરી મળતા જ અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. લાંબા સમયથી આ કેસોનો સામનો કરી રહેલા નેતાઓ અને કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો હતો.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ મોટો દાવો કર્યો હતો કે રાજદ્રોહ સહિતના કેસમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલને મુક્ત કરાયાનો તેમણે દાવો કર્યો હતો. આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા હતા. ભાજપમાં જોડાતા હાર્દિક પટેલ અદાલતની કાર્યવાહી પહેલા જ દોષમુક્ત થયા હતા.

પોતાની સામેના કેસ પરત ખેંચાયાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ સોશલ મીડિયામાં આભાર માન્યો હતો. ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય કરતા હાર્દિક પટેલે આભાર માન્યો હતો.

આ પણ વાંચો:  Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલ માટે 4 ટીમ ફિક્સ થઈ ગઈ, જાણો કોની સાથે કઈ ટીમની ટક્કર થશે?

Back to top button