ટ્રેન્ડિંગનેશનલ

પઠાણકોટ હુમલાનો માસ્ટમાઈન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર

Text To Speech
  • પાકિસ્તાનમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો
  • શાહિદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સભ્ય હતો
  • 2010માં દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફને પાકિસ્તાનમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો આ આતંકવાદી ભારતમાં ઘણા હુમલાઓમાં સામેલ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું પણ કહેવાય છે.શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં બુધવારે સવારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

શાહિદ લતીફ વર્ષ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા મોટા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. બાદમાં એવી માહિતી સામે આવી હતી કે શાહિદ બેથક એરફોર્સ સ્ટેશન પર હુમલો કરનારા પાકિસ્તાનના ચાર આતંકવાદીઓને સૂચના આપી રહ્યો હતો. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ હતો.

શાહીદે 16 વર્ષ જેલમાં વિતાવ્યા

કહેવાય છે કે શાહિદ લતીફ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સભ્ય હતો. તે સિયાલકોટમાં જૈશનો લોન્ચિંગ કમાન્ડર પણ હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લતીફ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ભારતમાં લાવતો હતો અને આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. શાહિદ લતીફની આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ 12 નવેમ્બર 1994ના રોજ ધરપકડ કરાઈ હતી.આ ઉપરાંત, તેણે લગભગ 16 વર્ષ ભારતની જેલોમાં વિતાવ્યા હતા. જે બાદ તેને 2010માં દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Back to top button