મનોરંજન

‘પઠાણ’ ફિલ્મની રેકોર્ડતોડ કમાણી : ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ‘પઠાણ’નો જલવો યથાવત

Text To Speech

શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી થીયેટરોમાં ધૂમ મચાવી રહી છે. સતત ચોથા દિવસે પણ પઠાણનો જલવો ચથાવત જોવા મળી રહ્યો છે. પઠાણ ફિલ્મની ચોથા દિવસની કમાણીના આંકડા આજે સામે આવ્યા છે. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હવે 200 કરોડને પાર કરી ગયું છે.

પઠાણનું કલેક્શન 200 કરોડને પાર

‘પઠાણ’ સિનેમાઘરોમાંથી બોક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ‘પઠાણ’નું બોક્સ ઓફિસ કલેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે. ફિલ્મ રિલીઝના 4 દિવસ બાદ પણ ‘પઠાણ’નો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાર ટ્રેન્ડ એનાલિસિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર પઠાણને ચોથા દિવસે 52 કરોડ રુપિયાનું કલેક્શન પોતાના નામે કરી લીધુ છે. આ સાથે આ ફિલ્મે ફક્ત ચાર દિવસમાં જ 200 કરોડનો આંકડો પાર કરી ગયું છે.

દુનિયાભરમાં છવાયો ‘પઠાણ’નો ક્રેજ

પઠાણનો ક્રેજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. પઠાણ વિદેશોમાં પણ ધમાકેદાર કમાણી કરી રહ્યો છે.પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 4 દિવસમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

પઠાણ કલેક્શન-HUMDEKHENGENEWS

બોક્સ ઓફિસ પર શાહરૂખનું જોરદાર પ્રદર્શન

આ આંકડાઓ જણાવી રહ્યા છે કે બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન છે, જેણે ચાર વર્ષ બાદ બોક્સ ઓફિસ પર એવી કમબેક કરી કે તે ફરીથી બોક્સ ઓફિસ છવાઈ ગઈ છે. બંધ સિંગલ થિયેટર ફરીથી ખોલવામાં આવ્યા. આ કમાલ માત્ર શાહરૂખ જ કરી કરી શકે છે.

પઠાણે રચ્યો ઈતિહાસ

પઠાણ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે પ્રથમ દિવસે 57 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જેમાંથી 55 કરોડ માત્ર હિન્દી વર્ઝનમાંથી અને 2 કરોડ તેલુગુ-તમિલમાંથી આવ્યા હતા. ભવ્ય ઓપનિંગ સાથે પઠાણે ‘KGF ચેપ્ટર 2’ ‘બાહુબલી 2’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી..બીજા દિવસે 70 કરોડથી વધુના કલેક્શન સાથે ફિલ્મે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો અને 2 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો.પરંતુ ત્રીજા દિવસે ‘પઠાણ’ની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો અને તેનું કલેક્શન 34 થી 36 કરોડની વચ્ચે રહ્યું. પરંતુ શનિવારે, ફિલ્મે ફરી જોર પકડ્યું અને 52 કરોડનું કલેક્શન કર્યું.

આ પમ વાંચો : જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : 9.53 લાખ ઉમેદવારોનું દર્દ છલકાયું અને રાજકારણ ગરમાયુ

Back to top button