ટ્રેન્ડિંગમનોરંજન

‘પઠાણ’ એ રચ્યો ઇતિહાસ, 1000 કરોડની ક્લબમાં એન્ટ્રીઃ છતાં આ ફિલ્મોથી રહી પાછળ

Text To Speech

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાને ફરી એક વાર પોતાનો દબદબો સાબિત કરી દીધો છે. ચાર વર્ષ બાદ તેની કમબેક ફિલ્મથી લોકો જાણી ગયા છે કે શા માટે તે બોલિવુડનો બાદશાહ, કિંગખાન અને બોલિવુડનો સુપરસ્ટાર ગણાય છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. આવી સ્થિતિમાં હવે શાહરૂખ ખાનની ફિલ્મ 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મે દેશમાં 623 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશમાં ફિલ્મે 377 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1000 કરોડ થઈ ગયું છે.

'પઠાણ' એ રચી દીધો ઇતિહાસ, 1000 કરોડની ક્લબમાં એન્ટ્રીઃ છતાં કઇ ફિલ્મોથી રહી પાછળ? hum dekhenge news

કોઇ ન હરાવી શક્યુ ‘પઠાણ’ને

બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના ટ્વીટ અનુસાર 27માં દિવસે ફિલ્મ પઠાણે ધમાકેદાર પ્રદર્શન સાથે 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ અઠવાડિયે કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’ રીલિઝ થઈ ગઈ છે. તે જ સમયે માર્વેલની Ant-Man and the Wasp: Quantumania પણ રિલીઝ થઈ. આમ છતાં ‘પઠાણ’ના કલેક્શન પર કોઈ અસર જોવા મળી નથી.

આ રેકોર્ડ પઠાણના નામે

ખાસ વાત એ છે કે શાહરૂખની ફિલ્મે ચાઈનીઝ બોક્સ ઓફિસના કલેક્શન વગર જ 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તો આ સાથે જ શાહરૂખની આ ફિલ્મ ભારતની 5મી એવી ફિલ્મ બની છે જેણે 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. અગાઉ આ લિસ્ટમાં આમિર ખાનની ‘દંગલ’એ પોતાનું નામ નોંધાવ્યું હતું. દંગલ ફિલ્મે 1968.03 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’નો નંબર આવે છે. રાજામૌલીની ફિલ્મે તે સમયે 1747 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ યશની ફિલ્મ ‘KGF 2’ એ 1188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી ફિલ્મ ‘RRR’એ પણ 1174 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચોઃ ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ‘ગણપત’નું ટીઝર, ફરી એકવાર અભિનેતા એક્શન કરતો જોવા મળ્યો

Back to top button