મનોરંજન

‘પઠાન’નો ક્રેઝ : શાહરુખ-દીપિકાના ‘બેશર્મ રંગ’ વાઇરલઃ 1 કલાકમાં થયા આટલાં વ્યૂઝ

Text To Speech

એક્ઝેટલી આને જ કહેવાય સુપર સ્ટારનો કમાલ, આને જ કહી શકાય ધમાકેદાર એન્ટ્રી. બોલિવુડનો કિંગ ખાન શાહરૂખખાન ચાર વર્ષ પછી ફિલ્મી પરદે કમબેક કરી રહ્યો છે, પરંતુ તેના ચાહકોનો તેના માટેનો નશો ઓછો થયો હોય તેવું લાગતુ નથી. સિલ્વર સ્ક્રીન પર તોફાની એન્ટ્રી કરવા માટે જાણીતો આ સુપર સ્ટાર આજે ફરી એકવાર એક્સાઇટમેન્ટ લઇને આવ્યો છે. તેની આગામી ફિલ્મનું ગીતી રીલીઝ થયુ તેને માત્ર એક કલાકમાં એક મિલિયન વ્યુઝ મળી ચુક્યા છે.

'પઠાન'નો ક્રેઝ : શાહરુખ-દીપિકાના 'બેશર્મ રંગ' વાઇરલઃ  1 કલાકમાં થયા આટલાં વ્યૂઝ hum dekhenge news

અત્યારે બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. તેનાથી મેકર્સ અને સ્ટાર્સ ચિંતામાં છે. તેઓ ફિલ્મોને હિટ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો અને ઉપાયો કરી રહ્યો છે. આજે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણનું પહેલુ સોંગ ‘બેશર્મ રંગ’ રિલીઝ થયુ ને તેના ચાહકો ફરી એકવાર તેના ‘દિવાના’ થઇ ગયા છે. ‘બેશર્મ રંગ’ માં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી છે.

'પઠાન'નો ક્રેઝ : શાહરુખ-દીપિકાના 'બેશર્મ રંગ' વાઇરલઃ  1 કલાકમાં થયા આટલાં વ્યૂઝ hum dekhenge news

પઠાણનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થતાં જ ચાહકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ગીત રિલીઝ પહેલા તેની ગ્લેમરસ ઝલક શેર કરવામાં આવી હતી. બીચ પર દીપિકા પાદુકોણનો સિઝલિંગ લુક સામે આવ્યો હતો. આ પછી શાહરૂખ ખાનનો સ્વેગ જોવા મળ્યો હતો.

‘બેશર્મ રંગ’ ગીતનો ફર્સ્ટ લૂક રિલીઝ થયુ ત્યારથી ચાહકો આ ગીતની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ગીતમાં લાંબા સમય બાદ ફરી એકવાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ઓન-સ્ક્રીન રોમાંસની ઝલક જોવા મળી છે. ગીતમાં દીપિકાનુ શાનદાર પ્રદર્શન ચાહકોનુ દિલ જીતી રહ્યુ છે. આ ગીતમાં શાહરૂખ અને દીપિકાની ગજબ કેમેસ્ટ્રી જોવા જેવી છે.

આ પણ વાંચોઃ http://માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો શાહરુખ : ફિલ્મ ‘પઠાન’ માટે કરી પ્રાર્થના

Back to top button