પઠાણે 11 દિવસમાં બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, કમાણીનો આંકડો જાણી ચોંકી જશો
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહી છે અને જોરદાર કમાણી પણ કરી રહી છે. પઠાણનો ફિવર ચાહકોમાં હજૂ ઓછો થયો નથી તેણે 11 દિવસમાં બોલીવુડની તમામ ફિલ્મોમા રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની 11 દિવસની કમાણીના આંકડા સામે આવ્યાછે જે ખૂબ જ ચોંકાવનારા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણે 11માં દિવસમાં લગભગ રૂ. 22 કરોડનું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન કર્યું છે.
ભારતમાંથી 11 દિવસમાં 400 કરોડની કમાણી
પઠાણ ફિલ્મ તમામ રેકોર્ડ તોડીને આજે ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અને આ કમાણીમાં ફક્ત ભારતમાં થયેલ કમાણીના આંકડા જોઈએ તો 11 દિવસમા પઠાણ ફિલ્મે ભારતમાંથી કુલ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સાથે તેને આમિર ખાનની દંગલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હજૂ તો ફિલ્મને રીલિઝ થયે 11 દિવસ પુરા થયા છે. ત્યારે આટલી ધૂમ કમાણી થઈ છે ત્યારે આ કમાણીનો આંકડો કેટલે અટકશે તે જોવો ખૂબ રસપ્રદ રહેશે.
પઠાણ કલેક્શન પર શાહરુખે આપ્યો આ ગજબ જવાબ
પઠાણનું 4 ફેબ્રુઆરી સુધીનું બૉક્સ ઑફિસ કલેક્શન જોઈએ તો પઠાણે 10 દિવસમાં બૉક્સ ઑફિસ પર આશરે 725 કરોડનું ‘વર્લ્ડવાઈડ’ કલેક્શન થયું છે. વિવાદમાં સપડાયા પછી આ ફિલ્મનું કલેક્શન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અને તેને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે એક યુઝરે આ ફિલ્મને લઈને શાહરુખ ખાનને સવાલ કર્યો હતો કે ફિલ્મનુ રિયલ કલેક્શન શુ છે? તેનો જવાબમાં શાહરુખે કહ્યુ કે , ‘5000 કરોડ પ્યાર. 3000 કરોડ વખાણ. 3250 કરોડ હગ્સ. 2 અબજ હાસ્ય અને હજી ગણતરી ચાલી રહી છે. તારું એકાઉન્ટ શુ જણાવી રહ્યું છે?’
આ પણ વાંચો : કિયારા-સિદ્ધાર્થના લગ્ન : જાણો બંન્નેમાથી કોણ છે વધુ અમીર