ઉત્તર ગુજરાતગુજરાતવિશેષ

બનાસકાંઠા: ડીસામાં દીકરાએ તરછોડેલા વૃદ્ધ મા-બાપ પોતાનો પ્રશ્ન સંભળાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

  • નાયબ કલેકટરે સાંત્વના આપી તેમના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવાની અધિકારીઓને સૂચના આપી
  • સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
  • દીકરા એ મા – બાપને ઘરમાંથી કાઢવા લાઈટ, પાણી કનેક્શન કપાવ્યા

પાલનપુર : ડીસામાં યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આજે બ જ ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા. ડીસામાં દીકરાએ તરછોડેલા વૃદ્ધ મા-બાપ પોતાનો પ્રશ્ન સંભળાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જેમને નાયબ કલેકટરે સાંત્વના આપી તેમના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ડીસા શહેર અને ગ્રામ્ય કક્ષાને લગતા 40 થી વધુ પ્રશ્નોની ચર્ચા કરી તેઓના નિકાલ માટે અગલા ભરવા સૂચના અપાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા ડીસામાં નાયબ કલેકટર નેહાબેન પંચાલ ના અધ્યક્ષ સ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર, ટીડીઓ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ, રસ્તા,ગટર, દબાણ, પાણી,શિક્ષણ, શાળાઓ સહિતના પ્રશ્નોનો સાંભળી નાયબ કલેકટરે પ્રશ્નનો નિકાલ કરવા જે તે અધિકારીઓને સૂચના આપી હતી. આ દરમિયાન ડીસાના જલારામ સોસાયટી ભાગ 1માં રહેતા પ્રકાશભાઈ પઢિયાર અને તેમના પત્નીનો પ્રશ્ન આવતા સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પ્રકાશભાઈ પઢીયાર અને તેમના પત્નીને તેમના દીકરાએ ઘરમાંથી કાઢી મુકવા તેઓના ઘરના લાઈટ અને પાણીના કનેક્શન કપાવી નાખ્યા છે અને આવી પરિસ્થિતિમાં આ વૃદ્ધ દંપત્તિને કોઈ સહારો ન મળતા તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી .

જેનો પ્રશ્ન સંભળવાતા વૃદ્ધ દંપત્તિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને નાયબ કલેકટરે વૃદ્ધ મહિલાને ગળે લગાવી દંપત્તિને ખૂબ જ સાંત્વના આપી તેઓના પ્રશ્નોનો નિકાલ કરવા નગરપાલિકાને પાણી કનેક્શન તેમજ વીજ કંપનીને વીજ કનેક્શન તાત્કાલિક આપવા જણાવ્યું હતું. જ્યારે તેમના દીકરા પાસેથી ભરણપોષણ અપાવવા પણ સમાજ કલ્યાણ વિભાગને તાકીદ કરવામાં આવી હતી.

આ બાબતે વૃદ્ધ દંપતિ પ્રકાશભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, તેઓના નામે લોન ન થતા લોન કરવા માટે મકાન દીકરાના નામે કર્યું હતું અને દીકરો અને તેમના વહુ ખૂબ જ ખરાબ નીકળતા તેઓને ઘરમાંથી કાઢી મુકવા અવનવા પેતરા રચી છેલ્લા છ મહિનાથી તેઓના ઘરનું લાઈટ અને પાણી કનેક્શન પણ કપાવી નાખી તેઓને ઘરમાંથી કાઢી મુકતા તેઓને રોડ પર રહેવાનો વારો આવ્યો છે. જો કે આજે નાયબ કલેક્ટરે તેઓના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપતા તેઓને ફરીથી ઘરમાં રહેવા મળશે તેવી આશા બંધાઈ છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પારિવારિક ઝઘડો રોડ પર પહોંચ્યો : ડીસામાં ‘મારા બાપનું ઘર ખાલી કરી દો’ તેમ કહી મોટાભાઈ ઉપર ધારીયા વડે હુમલો કરતા ચકચાર

Back to top button