‘Pathaan’ની બોક્સ ઓફિસ પર ધમાલ


શાહરૂખ ખાનની રીસન્ટલી રીલીઝ થયેલી ‘Pathaan‘ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. અનેક વિરોધ વચ્ચે રિલીઝ થયેલી ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર અત્યારે ધૂમ મચાવી રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મે 55 કરોડનું કલેક્શન કરી અનેક રેકોર્ડબ્રેક કર્યા તો કેટલાક રેકોર્ડ પોતાના નામ કર્યા હતા. તો ફિલ્મ બીજા દિવસે પણ જોરદાર કલેક્શન કર્યું છે.
બીજા દિવસે ‘Pathaan’નું કલેક્શન
પહેલા જ દિવસે ઈતિહાસ રચીને ‘પઠાણ’ એ સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો. ‘પઠાણ’એ કલેક્શનના મામલે ‘KGF-2’ અને ‘War’ જેવી ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. શાહરૂખ ખાનની સ્પાય થ્રિલરે પહેલા દિવસે હિન્દી ભાષામાં 55 કરોડનું કલેક્શન કર્યું હતું જ્યારે અન્ય ભાષાઓમાં 2 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, બીજા દિવસે, ફિલ્મને 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની રજા હોવાનો પૂરેપૂરો લાભ મળ્યો અને ફિલ્મે પહેલા દિવસ કરતાં વધુ કલેક્શન કર્યું છે.
#Pathaan at *national chains*… Day 2… Update: 10.10 pm.#PVR: 13.75 cr#INOX: 11.65 cr#Cinepolis 6.20 cr
Total: ₹ 31.60 cr
UNSTOPPABLE.Note: #Pathaan *entire Day 1* at *national chains* was ₹ 27.08 cr. pic.twitter.com/o0yb3MX7b7
— taran adarsh (@taran_adarsh) January 26, 2023
‘પઠાણ’એ ગુરુવારે એટલે કે તેની રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણીનો આંકડો માત્ર બે દિવસમાં 100 કરોડને પાર કરી ગયો છે. એટલે કે ફિલ્મનું કુલ કલેક્શન 122 કરોડ સુધી પહોંચી ગયું છે.
‘KGF-2’ અને ‘બાહુબલી 2’ને આપી માત
બીજી તરફ ‘પઠાણ’ની જબરદસ્ત કમાણી જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ફિલ્મ વીકએન્ડમાં ઘણા વધુ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. બાય ધ વે, ‘પઠાણ’ એ 2 દિવસની કમાણીના મામલામાં ‘KGF 2’ અને ‘બાહુબલી 2’ ને માત આપી દીધી છે. ‘KGF-2’ એ બે દિવસમાં રૂ. 100.74 કરોડની કમાણી કરી હતી જ્યારે ‘બાહુબલી-2’ એ બે દિવસમાં રૂ. 81.5 કરોડની કમાણી કરી હતી. ત્યારે, ‘પઠાણ’ બે દિવસની કમાણીના મામલામાં આ બંને ફિલ્મો કરતાં ઘણી આગળ છે.
‘Pathaan’ 250 કરોડના બજેટમાં બની
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં કિંગ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે જ્યારે જ્હોન વિલનની ભૂમિકામાં છે. ‘પઠાણ’માં શાહરૂખ ખાનના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે ‘પઠાણ’ 250 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મ વર્લ્ડ વાઈડ 8 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. જોકે બાદમાં 300 સ્ક્રીન વધારવામાં આવી હતી.