ગુજરાતનો પટેલ પાકિસ્તાનનો હુસૈન બનીને પહોંચ્યો અમેરિકા, ડિપોર્ટ કરાયા બાદ પાસપોર્ટે ખોલી પોલ

અમદાવાદ, તા. 3 માર્ચ, 2025: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 74 ગુજરાતીઓ સહિત 350 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના એસી પટેલ પાકિસ્તાનના મોહમ્મદ નઝીર હુસૈન બનીને પાકિસ્તાન પહોંચ્યા હતા પરંતુ પાસપોર્ટ દ્વારા પોલ ખુલી ગઈ હતી.
ઇમિગ્રેશનના નિયમોમાં કડકતા પછી એસી પટેલનો કેસ ખોલવામાં આવ્યો હતો. તેમના પાસપોર્ટ પર મોહમ્મદ નઝીર હુસૈન લખેલું હતું. અમેરિકી અધિકારીઓને પહેલાથી જ ગરબડની આશંકા હતી. આ પછી કેસની તપાસમાં એસી પટેલ નામ સામે આવ્યું હતું.
એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી
ફ્લાઇટ AA-292 12 ફેબ્રુઆરીએ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરાણ કર્યું હતું. એસી પટેલને યુએસ સત્તાવાળાઓએ આ વિમાનમાં પરત મોકલી દીધા હતા. એરપોર્ટ પર પહોંચતા જ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.
પાસપોર્ટ નકલી નહીં ઓરિજનલ છે
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓ પાસપોર્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મોહમ્મદ નઝીર હુસૈનના નામે બનાવેલો નકલી પાસપોર્ટ ન હતો, તે ઓરિજનલ પાસપોર્ટ હતો. પટેલે સ્વીકાર્યું કે તે એક પાકિસ્તાની નાગરિકનો ખોવાયેલો પાસપોર્ટ હતો. દિલ્હી પોલીસે છેતરપિંડી અને પાસપોર્ટના દુરૂપયોગનો કેસ નોંધ્યો હતો
એજન્ટની મદદથી મેળવેલા દસ્તાવેજો
રિપોર્ટ અનુસાર, એસી પટેલ દુબઈમાં એક એજન્ટને પૈસા આપતો હતો. જેથી તેની નકલી ઓળખ બનાવી શકાય. એસી પટેલનો મૂળ પાસપોર્ટ 2016માં રદ કરવામાં આવ્યો હતો. તે પછી તેણે તેને રિન્યૂ કરાવ્યો હતો. એજન્ટે તેને નકલી દસ્તાવેજો પૂરા પાડવામાં અને દુબઈ થઈને ગેરકાયદેસર મુસાફરી કરવામાં મદદ કરી હતી પણ તેની આ યુક્તિ કામ ન આવી.
અત્યાર સુધીમાં 344 ભારતીયો વતન પરત ફર્યા
20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત પદના શપથ લીધા હતા. આ પછી, તે સતત અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર વિમાનોમાં કુલ 344 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. 5 જાન્યુઆરીના રોજ 104 ભારતીય નાગરિકોને લઈને યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું.
માત્ર 10 દિવસ પછી, 15 ફેબ્રુઆરીના રોજ, બીજું વિમાન 116 નાગરિકો સાથે પહોંચ્યું હતું. ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાંથી 112 ભારતીય હતા. 24 ફેબ્રુઆરીના રોજ ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા 12 ભારતીયોને મોકલવામાં આવ્યા હતા. આ ભારતીયોને પનામાથી મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગ્રાહક ફોરમ AIની મદદથી દેશના ખરીદદારોનું સશક્તિકરણ કરશે, જાણો કેવી રીતે