ઉત્તર ગુજરાતસ્પોર્ટસ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ખેલાડી હવે ચીનમાં રમશે ફેન્સિંગ ગેમ્સ

Text To Speech
  • તાજેતરમાં આયોજિત ફેન્સિંગ વર્લ્ડ ટ્રાયલમાં પ્રથમ સ્થાન

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખેલાડી અજયસિંહ ચુડાસમાએ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આયોજિત ફેન્સિંગ (Fencing) વર્લ્ડ યુનિવર્સિટી પસંદગી ટ્રાયલ માં પ્રથમ સ્થાન મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાત સાથે ભારતીય ખેલાડીઓને ગૌરવ અપાવ્યું છે.

વર્લ્ડ યુનિવર્સિટીની પસંદગી ટ્રાયલમાં પ્રથમ આવનાર અજયસિંહ ચુડાસમા આગામી ચીનમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે રમવા જશે જે પાટણ યુનિવર્સિટી નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશ ના ખેલાડીઓ માટે ગૌરવ ગણી શકાય.

યુનિવર્સિટી પરિવારે અભિનંદન પાઠવ્યા:

પાટણ-humdekhengenews

વર્લ્ડ યુનિવર્સિટીની પસંદગી ટ્રાયલમાં પ્રથમ આવી પસંદગી પામેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખેલાડી અજયસિંહ ચુડાસમા ને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ, રજીસ્ટાર સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવી આગામી તારીખ 28 જુલાઈ થી તારીખ 8 ઓગસ્ટ સુધી ચીન ખાતે આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત સમગ્ર ભારત ભરના ખેલાડીઓને ગૌરવ અપાવે તેવી જીત મેળવી છે.

આ પણ વાંચો:બનાસકાંઠા: અમીરગઢ પાસે ટ્રેલરમાં પથ્થરના પાવડરની આડમા લઇ જવાતા માદક પ્રદાર્થના જથ્થા સાથે એકની અટકાયત

Back to top button