ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

પાટણ : સાંતલપુર પાસે બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પીએસઆઇનું કરુણ મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા કચ્છ જિલ્લામાંથી પોલીસ બંદોબસ્તમાં આવી રહેલા પોલીસ કર્મચારીઓને રવિવારે અકસ્માત નડ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોઝુ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પીએસઆઈનું કરુણ મોત થયું હતું. પાટણ : સાંતલપુર પાસે બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પીએસઆઇનું કરુણ મોત - humdekhengenewsબનાસકાંઠા બંદોબસ્તમાં આવી રહ્યા હતા ત્યારે ઘટના સર્જાઇ

રવિવારે પોલીસ માટે દુઃખદ ઘટના સર્જાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બંદોબસ્ત માટે ફરજ ઉપર મૂકવામાં આવેલા કચ્છના પોલીસ કર્મચારીઓ કચ્છથી બોલેરો જીપમાં બનાસકાંઠા આવી રહ્યા હતા. આ જીપમાં એક પીઆઇ અને ચાર પીએસઆઇ સવાર હતા. ત્યારે નેશનલ હાઈવે નંબર 27 ઉપર સાંતલપુર તાલુકાના રોઝુ ગામ પાસે પોલીસની બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : ડિફેન્સ એક્સપો માટે અમદાવાદના આ રોડ 18 થી 22 ઓક્ટોબર રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક વ્યવસ્થા

આ અકસ્માતના પગલે બોલેરો જીપ પલટી ખાઈ ગઈ હતી. જેમાં સવાર એક પીઆઇ અને ચાર પીએસઆઇ પૈકીના પીએસઆઇ કુંવરજી વસાવાનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો છે. જ્યારે અકસ્માતના સમાચાર પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ : સાંતલપુર પાસે બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પીએસઆઇનું કરુણ મોત - humdekhengenews

Back to top button