પાટણ : પાટણમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, બે કલાકથી લાઇટ ગૂલ
પાલનપુર : છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાત કાળજાળ ગરમીમાં તપી રહ્યું છે. સવારથી જ ગરમીનો પ્રભાવ શરૂ થઈ જાય છે અને પરસેવો પાડતી આ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ પણ છવાયેલું રહે છે. ત્યારે બુધવારે બપોરે પાટણ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો એમ આકાશમાં ગોરંભાયેલા વાદળ વરસ્યા હતા જોકે તે અગાઉ ભારે પવન સાથે વાવાઝોડું ફૂકાયું હતું. જેને લઇને વીજળી ગૂલ થઈ ગઈ હતી.
View this post on Instagram
છેલ્લા બે કલાકથી પાટણ શહેરમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ પણ શરૂ થઈ જતાં શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી રેલાયા હતા. જ્યારે વરસાદી માહોલ સાથે એકાએક આવેલા બદલાવથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. આમ ચોમાસા અગાઉ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જ્યારે નજીકના જિલ્લા બનાસકાંઠામાં પણ હજુ ગરમી યથાવત રહી છે. આગામી દિવસોમાં ગરમી ઘટવાના એંધાણ છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત કદાચ હવેલી થઈ શકે તેવું ખેડૂતો માની રહ્યા છે. પાટણ શહેરમાં બે કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકો ઇલેક્ટ્રોનિક સાધનોનો વપરાશ કરી શકતા નથી. અને તેમના રોજિંદા કામમાં પણ અવરોધ ઊભો થયો છે..
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ