પાટણ : સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા મામલે જૂથ અથડામણ, 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત
પાટણના બાલીસણા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં બે અલગ અલગ કોમના લોકો સામ સામે આવી જતા અથડામણમાં બન્ને જૂથના 6 થી વધુ લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટણના બાલાસીણામાં જૂથ અથડામણ
મળતી માહિતી મુજબ પાટણના બાલાસીણામાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં બાલીસણા ગામે થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા મામલે બે અલગ અલગ કોમના લોકો સામ સામે આવી ગયા હતા.આ હુમલામાં 6થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.જેમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગામમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
આ ઘટનાને પગલે SP સહીત lCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જાણકારી મુજબ જૂથ અથડામણમાં બન્ને પક્ષએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. અને આ મામલામાં અત્યાર સુધીમાં બન્ને પક્ષના 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ મેઘમહેર