ગુજરાતટ્રેન્ડિંગ

પાટણ: વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત 5 લોકોના મૃત્યુ

Text To Speech
  • દુર્ઘટનામાં એક જ પરિવારના બાળકો સહિત માતાનું મૃત્યુ
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા
  • દુર્ઘટના બનતા ગામમાં શોકનો મહાલો છવાયો હતો

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બાળકો સહિત માતાનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

એક વ્યક્તિ લપસીને તળાવમાં પડતા અન્ય લોકો તેને બચાવવા પડ્યા

એક વ્યક્તિ લપસીને તળાવમાં પડતા અન્ય લોકો તેને બચાવવા પડ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવીને તળાવમાં ડૂબનારાને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતના પટાવાળાના પુત્રનું મોત નીપજ્યું

સમગ્ર ઘટનામાં બાળકો સહિત ગ્રામ પંચાયતના પટાવાળાના પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8), અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10), સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12), સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ.14), ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટના બનતા ગામમાં શોકનો મહાલો છવાયો હતો.

આ પણ વાંચો : ગુજરાત: સુરતથી મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ

Back to top button