પાટણ: રણુજગામ પાસેના તળાવમાં 3 લોકો ડૂબ્યા, એકનું મૃત્યુ થયુ
- અચાનક સ્થાનિકોએ જોયું તો ત્રણ લોકો તળાવમાં ગરકાવ થવા લાગ્યા
- ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ શરૂ કર્યુ઼ હતુ
- મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
પાટણના રણુજગામ પાસેના તળાવમાં 3 લોકો ડૂબ્યા હતા. જેમાં એકનું મૃત્યુ થયુ છે. ઘટનામાં રણુજ ગામ પાસેના તળાવમાં 3 લોકો ગરકાવ થયા હતા. જેમાં પાણીમાં ન્હાવા ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ત્યારે ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ શરૂ કર્યુ઼ હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી મળી રાહત, જાણો તાપમાન વધવાની શું છે હવામાન વિભાગની આગાહી
અચાનક સ્થાનિકોએ જોયું તો ત્રણ લોકો તળાવમાં ગરકાવ થવા લાગ્યા
પાટણ તાલુકાના રણુજ ગામથી મણુંદ ગામ જવાના માર્ગ ઉપર આવેલ તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં એકનું મોત, એક મહિલાનો બચાવ તો એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, પાટણ તાલુકાના રણુજગામ નજીક આવેલા તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની જાણ થતા જ આસપાસના લોકોને બુમો પાડવા લાગ્યા હતા. અચાનક સ્થાનિકોએ જોયું તો આ ત્રણ લોકો તળાવમાં ગરકાવ થવા લાગ્યા હતા.
મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
આ ઘટનાની જાણ થતા ચૂંટણી સભા છોડી પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ ઘટના સ્થળે પહોંચ્યાને 108 તેમજ પાટણ ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો છે. અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.