પાટણ: ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનો 10 જુલાઈથી થશે પ્રારંભ, જાણો વધું વિગત
- ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનો 10 જુલાઈથી થશે પ્રારંભ.
- પાટણના તમામ છાત્રોની પરીક્ષા શહેરના વિવિધ સેન્ટરમાં યોજાશે.
પાટણમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા છાત્રોની પૂરક પરીક્ષા આગામી 10 જુલાઈ સોમવારથી યોજાવા જઈ રહી છે. જેમાં જિલ્લામાં ધોરણ 10માં 4262, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 1558 અને વિજ્ઞાન પ્રવાહમાં 265 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પાટણ જિલ્લાના તમામ છાત્રોની પરીક્ષા પાટણ શહેરના વિવિધ સેન્ટરમાં યોજાશે.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસાના દામા ગામનું તળાવ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો
જિલ્લામાં ધોરણ 10 અને ધો 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 10 જુલાઈથી શરૂ થનાર છે. જેમાં ધોરણ 10ના 4262 છાત્રોની પરીક્ષા શહેરના 11 સેન્ટરો ઉપર કુલ 109 બ્લોકમાં યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 265 વિદ્યાર્થીઓ છે. એક જ બિલ્ડીંગ બી.ડી વિદ્યાલય પાટણ ખાતે 15 બ્લોકમાં યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 જુલાઈના રોજ શરૂ થશે. જેમાં 1558 વિદ્યાર્થીઓની પરીક્ષા 100 પરીક્ષા સેન્ટરો ઉપર 53 બ્લોકમાં યોજાશે.
વર્ષ 2023નું ઘોરણ 10,12નું પરીણામ કેટલું આવ્યું?
- GSEB SSC Result 2023: ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું હતું, પાછલા વર્ષ કરતા ઓછું હતું.
- GSEB 12th Result 2023: ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું હતું, કચ્છ જિલ્લો સૌથી આગળ રહ્યો.
આ પણ વાંચો: બનાસકાંઠા: નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ડીસા કોલેજમાં યોજાયો જિલ્લાકક્ષાનો યુવા મહોત્સવ