તુલા રાશિમાં ચાર મોટા ગ્રહોનું ગોચરઃ સિંહ અને કન્યા ઉપરાંત કોને મળશે ઘન?
- તુલા રાશિમાં પહેલેથી જ મંગળ, સૂર્ય અને કેતુ વિરાજમાન છે. તુલા રાશિમાં ચાર ગ્રહોની ચોકડી જામી ગઇ છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને દરેક તરફથી લાભ અને સારા સમાચાર મળશે.
શુક્રની તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. 19 ઓક્ટોબરના રોજ બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યારે તુલા રાશિમાં પહેલેથી જ મંગળ, સૂર્ય અને કેતુ વિરાજમાન છે. તુલા રાશિમાં ચાર ગ્રહોની ચોકડી જામી ગઇ છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને દરેક તરફથી લાભ અને સારા સમાચાર મળશે. ગ્રહોની ચોકડી 30 ઓક્ટોબર સુધી રહેશે કેમ કે આ દિવસે કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જાણો તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે કઇ રાશિઓને લાભ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી એક પછી એક સફળતા મળશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. જો તમારા નાણાં ક્યાંક અટકેલા છે તો તમને પરત મળશે. આર્થિક સંપન્નતા વધશે. વેપારીઓને લાભ થશે અને એનર્જીથી ભરપૂર રહી શકશો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. આ યોગના પ્રભાવથી તમને ધન લાભ થશે. તમે કામમાં વ્યસ્ત રહી શકશો. જીવનમાં ખુશહાલી આવશે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. આર્થિક સમસ્યાઓ ઉકલશે. વૈવાહિક જીવન સારું રહેશે.
તુલા રાશિ
તુલા રાશિમાં ગ્રહોનો જમાવડો છે, તેથી આ રાશિના જાતકો માટે આ યોગ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમે તમારા પ્લાનિંગમાં સફળતા મેળવી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કરિયરમાં તમે નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરી શકશો. આવકના નવા સાધન બનશે. આરોગ્ય સારુ રહેશે.
ધન રાશિ
ચતુર્ગ્રહી યોગના સમયગાળામાં ધન રાશિના જાતકોને કાર્યોમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. સહકર્મીની મદદ મળશે. તમને તમારી યોગ્યતા સાબિત કરવાનો મોકો મળશે. પરિવાર સાથે સમય વીતાવી શકશો અને ધનની આવક વધશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે. તમે પ્લાનિંગ અનુસાર કાર્ય કરવામાં સફળ થશો. આરોગ્ય પહેલા કરતા સારું રહેશે. ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે. માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન પણ થઇ શકે છે.
આ પણ વાંચોઃ માત્ર ભારત નહિ, વિદેશોમાં પણ છે માતાની શક્તિપીઠઃ આ દેશોના નામ અચરજ પમાડશે