ડિસેમ્બરમાં પાંચ મોટા ગ્રહોનું ગોચરઃ આ રાશિઓનું પલટાશે ભાગ્ય
- ડિસેમ્બરમાં મોટા ગ્રહોના ગોચરની અસર તમામ 12 રાશિ પર પડશે
- ડિસેમ્બરમાં સુર્ય, શુક્ર, ગુરુ, બુધ અને મંગળ પોતાની ચાલ બદલશે
- પાંચ ગ્રહોની ચાલમાં પરિવર્તન આવવાથી કેટલીક રાશિઓને ફાયદો
આ વખતે ડિસેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. ડિસેમ્બરમાં અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે, જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. ડિસેમ્બરમાં સુર્ય, શુક્ર, ગુરુ, બુધ અને મંગળ પોતાની ચાલ બદલશે. આ પાંચ ગ્રહોની ચાલમાં પરિવર્તન આવવાથી કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. તો કેટલીક રાશિઓ માટે સમય મુશ્કેલી ભર્યો રહેશે. જાણો ડિસેમ્બર મહિનો કોના માટે લક્કી સાબિત થશે.
સૂર્ય ગોચર
સૂર્ય દેવ 16 ડિસેમ્બરના દિવસે રાશિ પરિવર્તન કરશે, સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે. સૂર્યનું ગોચર મીન, મેષ અને ધન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે.
બુધ ગોચર
બુધ ગ્રહ 28 ડિસેમ્બરે પોતાની ચાલ બદલશે. સવારે 11.07 વાગે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરથી મેષ, ધન અને મિથુન રાશિના જાતકોને ફાયદો થવાની શક્યતા છે.
શુક્ર ગોચર
25 ડિસેમ્બરના દિવસે શુક્રનો પ્રવેશ વૃશ્ચિક રાશિમાં થશે. સવારે 6.33 વાગ્યે શુક્ર દેવ રાશિ પરિવર્તન કરશે, જેના કારણે સિંહ, મકર અને કર્ક રાશિના લોકોને લાભ થશે.
ગુરુ ગોચર
ગુરુનું ડિસેમ્બરમાં થનારું ગોચર મિથુન, મેષ, કર્ક અને વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ગુરુ માર્ગી થશે. મેષ રાશિમાં ગુરુ 31 ડિસેમ્બરના રોજ સીધી ચાલ ચાલશે.
મંગળ ગોચર
27 ડિસેમ્બરના દિવસે ધન રાશિમાં મંગળનો પ્રવેશ થશે. મંગળના ગોચરથી કર્ક, મીન, તુલા અને મેષ રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે
આ પણ વાંચોઃ કારતક પૂર્ણિમા પર ચાર રાજયોગઃ દેવ દિવાળી પર ખાસ કરો આ કામ