વધુ એક વખત રેલવેના ભોજન અંગે મુસાફરની પોસ્ટ વાયરલ, જાણો શું થયું?
- ભોજનમાં ન તેલ છે ન તો મિર્ચ મસાલા: મુસાફરની ફરિયાદ
- વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને નાસ્તો, રાત્રિભોજન, લંચની સુવિધા આપવામાં આવે છે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : ટ્રેનની મુસાફરી દરમિયાન IRCTC (ભારતીય રેલવે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ મીલ આપવાની ઘણી ફરિયાદો આવે છે. આ અંગે દરેક સરકાર વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને સુવિધા આપવાનો પૂરતો પ્રયાસ કરે છે. પરંતુ, IRCTCના પેકેટ ફૂડના કારણે સરકારની સતત ટીકા થાય છે.
વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ટ્રેનમાં મળેલા ફૂડની તસવીર પોસ્ટ કરતાં, તેમજ, આઈઆરસીટીસી પર કટાક્ષ કરતાં તેમણે લખ્યું, “આવું હેલ્ધી ફૂડ આપવા બદલ અશ્વિની વૈષ્ણવ જી તમારો આભાર.” તેમાં ન તો તેલ છે કે ન તો મિર્ચ મસાલો. યુઝરે આ કેપ્શન સાથે એક તસવીર પણ શેર કરી છે.
Thank you @AshwiniVaishnaw ji for providing healthy food with no oil and mirch masala on the Vande Bharat train. pic.twitter.com/Qr7ZWDSxeC
— Kapil (@kapsology) February 19, 2024
જ્યારે ખોરાકમાં વંદો જોવા મળ્યો હતો
આ પહેલા વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જતા એક મુસાફરને તેના ખોરાકમાં મૃત વંદો જોવા મળ્યો હતો. રાજભારત પી (ડૉ. શુભેન્દુ કેશરી) નામક વ્યક્તિએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, જ્યારે હું 1 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 20173 આરકેએમપીથી જેબીપી (વંદે ભારત એક્સપ્રેસ) સુધી મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે મને ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવેલા ફૂડ પેકેટમાં એક મૃત વંદો મળ્યો હતો, જેનાથી હું સદમામાં આવી ગયો હતો, યાત્રીએ ફરિયાદ પત્રની સાથે તે ભોજનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
I was travelling on 1/02/2024 train no. 20173 RKMP to JBP (Vande Bharat Exp)
I was traumatized by seeing dead COCKROACH in the food packet given by them.@narendramodi @AshwiniVaishnaw @drmjabalpur @wc_railway @Central_Railway @RailMinIndia @IRCTCofficial @fssaiindia @MOFPI_GOI pic.twitter.com/YILLixgLzj— डाॅ. शुभेन्दु केशरी ⚕️👨⚕️ (@iamdrkeshari) February 2, 2024
આ ઉપરાંત, વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને નાસ્તો, રાત્રિભોજન અને લંચની સુવિધા આપવામાં આવે છે. પરંતુ, આ માટે મુસાફરો પાસેથી ચાર્જ પણ લેવામાં આવે છે.
આ પણ વાંચો : લો હવે આવી ગયું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન AIથી “જન્મેલું” બાળક