ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડમાં ચાલતી ટ્રેનમાંથી મુસાફરો કૂદી જતા 4ના મૃત્યુ, મૃતાંક વધવાની શક્યતા

Text To Speech
  • રાંચી-સાંસારામ એક્સપ્રેસમાં આગ લાગી હોવાનું સાંભળી કુદકા માર્યા હતા
  • કુદી ગયેલા મુસાફરો માલગાડીની હડફેટે ચડી ગયા હતા

નવી દિલ્હી, 14 જૂન : ઝારખંડના લાતેહારમાં રાંચી-સાસારામ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાના સમાચાર સાંભળીને ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડયા હતા. જેના કારણે અનેક મુસાફરો માલગાડીની અડફેટે આવી ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ટ્રેનમાં આગની અફવા ફેલાઈ હતી

મળતી માહિતી મુજબ, સાસારામ-રાંચી ઈન્ટરસિટી એક્સપ્રેસ જેવી જ કુમંડીહ સ્ટેશન પાસે પહોંચી, ટ્રેનમાં સવાર એક મુસાફરે આગની અફવા ફેલાઈ ગઈ હતી. આ પછી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો ડરના માર્યા ટ્રેનમાંથી ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી માલગાડીએ કેટલાક લોકોને ટક્કર મારી હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અકસ્માત બાદ રેલવે અધિકારીઓ એક્શનમાં આવ્યા

જો કે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે? આ અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રશાસનને આ અંગેની માહિતી મળતા જ તમામ લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગયો હતો. આ ટ્રેન અકસ્માત બાદ રેલ્વે અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ રેલવે પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

Back to top button