પેસેન્જરે ચાલુ ટ્રેને TTEને માર્યો ધક્કો, પડતાની સાથે જ સામેથી આવતી બીજી ટ્રેને કચડ્યો
- ટિકિટ વગર મુસાફરી કરી રહેલો મુસાફર TTE દ્વારા પકડાઈ જતાં થઈ ગયો ગુસ્સે
- ગુસ્સામાં આવીને મુસાફરે TTEને જાણી જોઈને પાછળથી માર્યો ધક્કો
- TTE ચાલુ ટ્રેને નીચે પડ્યો અને પસાર થઈ રહેલી બીજી ટ્રેન નીચે કચડાઈ જતા થયું મૃત્યુ
કેરળ, 3 એપ્રિલ: કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓડિશાના એક પ્રવાસી મજૂરની કથિત રીતે રેલવે TTEને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ટ્રેનમાંથી ધક્કો મારવાથી TTEનું મૃત્યુ થયું છે. પોલીસે બુધવારે (3 એપ્રિલ) જણાવ્યું કે આરોપી રજનીકાંત, મૂળ ઓડિશાના ગંજમનો વતની છે, તેની પલક્કડ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને જ્યારે TTEએ તેને પકડી લીધો ત્યારે તે ગુસ્સામાં આવી ગયો અને TTEને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો.
સામેથી આવતી ટ્રેને TTEને કચડી નાખ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એર્નાકુલમથી પટના જતી ટ્રેનમાં બની હતી. એર્નાકુલમ TTE વિનોદને રજનીકાંતે ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ જ્યારે TTEને ધક્કો માર્યા ત્યારે TTE બાજુના રેલવે ટ્રેક પર જઈને પડ્યો હતો, આ જ સમયે બાજુના પાટા પર પણ બીજી સાઈડથી ટ્રેન આવી રહી હતી, જે ટ્રેને આ TTEને ત્યાજ કચડી નાખ્યો હતો. ઘટના બાદ તરત જ આરોપી યુવક રજનીકાંતને નજીકના પલક્કડ જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
પોલીસે જણાવ્યું છે કે આરોપી રજનીકાંત એર્નાકુલમથી પટના જતી ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. TTE વિનોદે તેને પકડી લીધો અને દંડ ભરવા કહ્યું. એફઆઈઆર મુજબ, ટીટીઈ તે સમયે ગેટ પાસે ઊભો હતો. આવી સ્થિતિમાં આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણે જાણીજોઈને મારી નાખવાના ઈરાદે ટીટીઈને પાછળથી ધક્કો માર્યો. એવું માનવામાં આવે છે કે અન્ય ટ્રેને TTEને કચડી નાખ્યો હતો, ત્યાર બાદ તે TTEનું મૃત્યુ થયું હતું.
302 હેઠળ કેસ નોંધાયો
થ્રિસુર પોલીસે અન્ય મુસાફરની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આરોપી રજનીકાંત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટીટીઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. રાજ્યના સીએમ પિનરાઈ વિજયને પણ આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને ખાતરી આપી છે કે આરોપીને યોગ્ય સજા આપવામાં આવશે.
આ પણ વાંચો: બોલો, પરિવહન વિભાગમાં ડ્રેસ કોડ? જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ!