મુસાફરે લાત મારીને પ્લેનની સીટ તોડી નાખી! એરલાઈન્સે બોલાવી પોલીસ, જૂઓ વીડિયો
- ઓસ્ટિનથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સના મુસાફરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
HD ન્યૂઝ ડેસ્ક, 28 નવેમ્બર: પ્લેનની અંદરથી એક પેસેન્જરનો આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર બહાર આવ્યો છે. આ વીડિયોમાં એક મુસાફર ઉડતા પ્લેનની સીટને લાત મારીને તોડતો જોવા મળી રહ્યો છે. આ મામલો ઓસ્ટિનથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનો છે. મુસાફરના આ કૃત્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કરતી વખતે ફ્લાઈટ એટેન્ડન્ટ આ પેસેન્જરને રોકી રહ્યો નથી, પરંતુ પ્લેનમાં હાજર અન્ય પેસેન્જરોએ તેનો વિરોધ કર્યો અને પછી તેને પોલીસને હવાલે કર્યો. તે જ સમયે, આ ફ્લાઈટમાં હાજર કેલિફોર્નિયાના એક મુસાફર ગિનો ગલૌફરોએ આ આખી ઘટના જણાવી છે.
જૂઓ આ વીડિયો
મુસાફરે તોડી નાખી પ્લેનની સીટ
અહેવાલ મુજબ, કેલિફોર્નિયા સ્થિત પેસેન્જર ગિનો ગલૌફરો પ્લેનમાં આ અવાજથી જાગી ગયો અને તેણે જોયું કે, એક પેસેન્જર પ્લેનની સીટ તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગિનો ગલૌફરોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યા નહીં. ગિનો ગલૌફરોએ જણાવ્યા મુજબ, ‘હું જાગી ગયો અને જોયું કે એક વ્યક્તિ સતત સીટને લાત મારી રહ્યો હતો, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ બે વાર આવ્યા, પરંતુ કોઈ કંઈ કરી રહ્યું ન હતું, તે જ સમયે, મેં પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો અન્ય બે મુસાફરોને મેં તેના હાથ અને પગ ઝિપ બાંધીને પછી સીટ બેલ્ટ વડે તેને સીટ પર બેસાડ્યો, અમે LAXથી 40 મિનિટ દૂર હતા, જ્યારે અમે ઉતર્યા ત્યારે પોલીસ આવી અને તેને લઈ ગઈ’.
પેસેન્જર પર લાગ્યો પ્રતિબંધ
યુનાઇટેડ એરલાઇન્સે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું અને પુષ્ટિ કરી કે, આ પેસેન્જરને તેમની એરલાઇન્સ સાથે હંમેશ માટે ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એરલાઈને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ’16 નવેમ્બરના રોજ, સ્થાનિક કાયદા અમલીકરણે યુનાઈટેડ ફ્લાઈટ 502નો સંપર્ક કર્યો જ્યારે એક પેસેન્જર આક્રમક થઈ ગયા પછી અમે તમામ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમની ટીમનો આભાર માનીએ છીએ, અમે ભાવિ યુનાઇટેડ ફ્લાઇટ્સમાંથી આ પેસેન્જર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ જૂઓ: જંગલમાં ફરજ પરના ફોરેસ્ટ ગાર્ડ સામે અચાનક આવ્યો વાઘ, જૂઓ આ વાયરલ વીડિયો