ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું ‘પસૂરી’ સોન્ગ થયું રિલીઝ,કાર્તિક આર્યને શેર કર્યો વિડીયો
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ગીત ‘પસૂરી નુ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કાર્તિક અને કિયારા એકસાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં લોકેશન સિવાય કિયારા અને કાર્તિકની કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે.આ સાથે જ સુપર હિટ આલ્બમમાંથી ‘પસૂરી નુ’ ગીત ઉમેરીને, નિર્માતાએ ફિલ્મને હિટ થવાની ખાતરી આપી છે. આ ગીત અરિજિત સિંહ અને તુલસી કુમારે ગાયું છે.કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘સત્યપ્રેમ કી કથા’ને લઈને દર્શકોમાં ક્રેઝ સતત વધી રહ્યો છે.
View this post on Instagram
આ ફિલ્મ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મના શાનદાર ટ્રેલર અને ગીતોએ પહેલાથી જ લોકોનો ઉત્સાહ વધારી દીધો છે.પરંતુ હવે ચાહકોના ક્રેઝને બીજા સ્તર પર લઈ જવા માટે, નિર્માતાઓ ફિલ્મનું લેટેસ્ટ ટ્રેક ‘પસૂરી નુ’ લઈને આવ્યા છે. આ ગીતને અરિજિત સિંહના જાદુઈ અવાજ સાથે નવીનતમ શૈલીમાં રિક્રિએટ કરવામાં આવ્યું છે.’સત્યપ્રેમ કી કથા’ના અત્યાર સુધી રીલિઝ થયેલા તમામ ગીતોએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે આ સાથે જ ઈન્સ્ટાગ્રામ પર આ ગીત રિલીઝ કરતી વખતે, કાર્તિક અને કિયારાએ કેપ્શનમાં લખ્યું- ‘આ ચલે… લેકે તુઝે હૈ જહાં સિલસિલે… અને આ ફિલ્મના દરેક ગીતને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે.
આ પણ વાંચો : મલાઈકાએ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ,સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ