ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી-રંગોળીઃ ઈન્ડિ ગઠબંધનમાં મેળ ન પડતાં પશુપતિનાથ પારસે કરી ઘરવાપસી!

Text To Speech

HD News Desk (અમદાવાદ), 30 માર્ચ: મોદી કેબિનેટમાંથી 19મી માર્ચે રાજીનામું આપનાર RLJPના પ્રમુખ પશુપતિનાથ પારસ ફરીવાર NDAમાં જોડાયા છે. વાત એમ છે કે,પશુપતિ પારસ બિહારની હાજીપુર સીટની માંગ કરી રહ્યા હતા જ્યારે ચિરાગ પાસવાન પણ આ જ સીટની માંગ કરી રહ્યા હતા. જો કે, તેમના ભત્રીજા ચિરાગ પાસવાનની પાર્ટી LJPને પાંચ ટિકિટ મળી હતી. બીજી તરફ, RLJPને એક પણ ટિકિટ ફાળવવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં તેમની પાર્ટી નારાજ હતી. એટલું જ નહી, ચાચા-ભત્રીજા વચ્ચે પણ મતભેદો સર્જાયા હતા. પરંતુ મળેલી માહિતી મુજબ પશુપતિ પારસ ચૂંટણી નહીં લડે.

જોકે, હવે તેમણે યુટર્ન લીધો છે અને પોતે NDA સાથે હોવાનો સંકેત આપ્યો છે. શનિવારે સાંજે પીએમ મોદીના ફોટા સાથે એક ટ્વિટ કરીને તેમણે એનડીએને જીતાડવાની વાત કરી હતી.

આ અગાઉ ગયા અઠવાડિયા કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપ્યું ત્યારે સમાચાર એજન્સીએ આ પ્રમાણે ટ્વિટ કર્યું હતું –

અગાઉ NDAમાંથી રાજીનામું આપી દીધા બાદ એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે પશુપતિ પારસ INDI ગઠબંધનમાં જોડાશે. જો કે, ત્યાં પણ મેળ ન પડતા છેવટે પશુપતિ પારસે ઘરવાપસી કરી છે. પશુપતિ પારસે X પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે – અમારી પાર્ટી RLJP NDAનો અભિન્ન ભાગ છે! માનનીય વડાપ્રધાન પણ અમારા નેતા છે અને તેમનો નિર્ણય મારા માટે સર્વોપરી છે અને તેમના નેતૃત્વમાં NDA રેકોર્ડ બ્રેક બહુમતી સાથે સમગ્ર દેશમાં 400+ બેઠકો જીતીને ત્રીજી વખત સરકાર બનાવશે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: શું સિંધિયાના ગઢમાં પ્રવેશ કરી શકશે રાવ યાદવેન્દ્ર? જાણો ગુના-શિવપુરી બેઠકનું રાજકીય સમીકરણ

Back to top button