અસદુદ્દીન ઓવૈસી વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન ઓવૈસી વંદે ભારત ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો.
ઓવૈસી જે ટ્રેનમાં સવાર હતા તે ટ્રેન પર પથ્થરમારો
પાર્ટીના નેતા વારિસ પઠાણે સોમવારે દાવો કર્યો છે કે ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસની બારીના કાચ કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા, જેમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સવાર હતા. પઠાણે દાવો કર્યો હતો કે AIMIMના વડા અને પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા અને અન્ય પક્ષના નેતાઓ અમદાવાદથી સુરત ‘વંદે ભારત એક્સપ્રેસ’માં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ઘટના બની હતી.
आज शाम जब हम @asadowaisi साहब,SabirKabliwala साहब और @aimim_national की टीम अहमदाबाद से सूरत के लिए 'Vande Bharat Express' train में सफर कर रहे थे तब कुछ अज्ञात लोगों ने ट्रेन पर ज़ोर से पत्थर मारकर शीशा तोड़ दिया!#GujaratElections2022 pic.twitter.com/ZwNO2CYrUi
— Waris Pathan (@warispathan) November 7, 2022
વારિસ પઠાણે ટ્વિટ કર્યું
ઓવૈસી વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ ટ્રેન પર સુરતથી લગભગ 20-25 કિલોમીટર પહેલા પથ્થરમારો થયો હતો. તેમણે ટ્વીટ કરીને ઓવૈસીની મુલાકાતની માહિતી પણ આપી હતી. AIMIM નેતાએ ક્ષતિગ્રસ્ત બારીના કાચની તસવીરો શેર કરી અને ટ્વિટ કર્યું હતુ, “અમદાવાદથી સુરત જતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા.!”
આ પણ વાંચો:કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ને ઝટકો, મ્યુઝિક કોપીરાઈટ કેસમાં ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
તેમજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો રાજકીય ગતિવીધી ગુજરાતમાં તેજ બની છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.