ભારતનું ક્યારેય વિભાજન થવું જોઈતું ન હતું. આ એક ઐતિહાસિક ભૂલ હતી. કમનસીબે આ વિભાજન થયું. આવું ન થવું જોઈતું હતું આ વાક્યો કટ્ટર મુસ્લિમ નેતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું. તેણે ભારતના ભાગલાને ઐતિહાસિક ભૂલ ગણાવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં અસદુદ્દીન ઓવૈસીએ આ કહ્યું હતું. જેને કારણે તેઓ ભારે ચર્ચામાં રહ્યા હતા.
હું ચર્ચામાં કહીશ કે ભાગલા માટે કોણ જવાબદાર છે : ઓવૈસી
ભારતના ભાગલા પર બોલતા તેમણે કહ્યું, “પણ જો તમે ઇચ્છો તો ચર્ચાનું આયોજન કરો.” તે ચર્ચામાં હું તમને કહીશ કે આ દેશના ભાગલા માટે કોણ જવાબદાર છે. તેમણે સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદનું પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ વાંચવાનું પણ સૂચન કર્યું અને વર્ણવ્યું કે કેવી રીતે તેઓ કોંગ્રેસના નેતાઓ પાસે ગયા અને તેમને વિભાજનની આ દરખાસ્ત ન સ્વીકારવા વિનંતી કરી.
ઓવૈસીએ કહ્યું, વિભાજન સંપૂર્ણપણે ખોટું છે
પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે, આ દેશનું વિભાજન ન થવું જોઈતું હતું. તે સમયે ત્યાં રહેલા તમામ નેતાઓ જવાબદાર હતા. જો તમે મૌલાના અબુલ કલામ આઝાદનું પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ વાંચશો તો તમને ખબર પડશે કે તેમણે કોંગ્રેસના તમામ નેતાઓને દેશના ભાગલા ન કરવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તે સમયના ઈસ્લામિક વિદ્વાનો પણ દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કરતા હતા.