ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત, જાણો કયા શહેરમાં કેટલુ રહ્યું તાપમાન

Text To Speech
  • ચાર શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી
  • ઉત્તર ભારતમાં કોલ્ડવેવની સંભાવના
  • લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા

ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત મળી છે. જેમાં રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી થયો છે. તેમજ નલિયા નહિ આ વખતે મહુવા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું છે. જેમાં મહુવામાં 10 ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી સાથે અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ઘણાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે.

રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું

રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. 10.5 ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

ઉત્તર ભારતમાં કોલ્ડવેવની સંભાવના

24 જાન્યુઆરી સુધી હરિયાણા અને ચંદીગઢના ઘણા સ્થળોએ કોલ્ડવેવની સંભાવના છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી રહી છે. બિહારના ઘણા જિલ્લાઓમાં 24 જાન્યુઆરી સુધી કોલ્ડ ડેની ચેતવણી જારી કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે.

Back to top button