ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Text To Speech
  • એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે
  • વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે
  • વડોદરા અને ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન રહ્યું છે

ગુજરાતમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત થઇ છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ત્યારે અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમરેલીમાં 38.6, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન તથા ડીસા, ગાંધીનગર અને સુરતમાં 36 ડિગ્રી અને વડોદરા અને ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં કકળાટ વધ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે

એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે

આજથી શરૂ થતા એપ્રિલ મહિના માટે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ છે. રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત મળી છે.

વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થયો

ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે. જેમાં વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. જેમાં સામાન્ય કરતા 1.5 ડિગ્રી ઓછું તાપમાન રહ્યું છે. નલિયામાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. જોકે, છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન એકથી બે ડિગ્રી ગગડી પણ રહ્યુ છે.

Back to top button