ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કેમ તાપમાન ઘટ્યું
- ભુજમાં 38.0 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન
- અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી
- વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટમાં 38.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન અને ડીસામાં 37.4 ડિગ્રી, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ભુજમાં 38.0 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન છે.
આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા
અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે
ડીસામાં 37.4 ડિગ્રી, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન છે. તેમજ આવતીકાલથી રાજ્યમાં તાપમાન 2થી4 ડિગ્રી ઉંચકાશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાન ઘટ્યું છે. સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાયુ હતુ. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.