ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
- અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે
- આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી
- પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિમી નોંધાઈ
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં 40.7 ડિગ્રી તથા વડોદરામાં 39.9 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે.રાજ્યમાં પવનની ગતિ 25થી 30 કિમીની રહેશે. તેમજ બનાસકાંઠા, કચ્છમાં પવનની ગતિ 40 કિમી નોંધાઈ છે. તથા પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિમી નોંધાઈ છે.
અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે.
આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે
આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે. આગામી દિવસોમાં ગરમી ઘટનાના સંકેત હવામાન વિભાગે આવી દીધા છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.