ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

  • છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન ઘટતાં લોકોએ રાહત અનુભવી
  • સુરતમાં 38.0 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી તાપમાન
  • રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર ગયુ

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર ગયુ છે. તથા વડોદરા 39.0 ડિગ્રી, અમરેલી 39.4 ડિગ્રી તેમજ અમદાવાદ 37.6, ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત્, જાણો 20 દિવસમાં કેટલા પકડાયા 

છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન ઘટતાં લોકોએ રાહત અનુભવી

સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રાઉન્ડ આવતાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ તપ્યા હતા. બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા છૂટતા હોય તેવી ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયા હતા. આકરી ગરમીને પગલે હીટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો હતો. જો કે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ ગરમીમાં આંશિક રાહત મેળવી છે. ગુરુવારે ડીસાનું મહત્તમ તાપમાન 40 નોંધાયા બાદ શુક્રવારે તેમાં ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 3પ.3 ડિગ્રી નોંધાયું હતુ. માત્ર બે દિવસમાં જ ઉત્તર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલુ ઘટતાં લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે હજુ આકરો ઉનાળો બાકી છે અને આગામી દિવસોમાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની શક્યતાઓ પણ વ્યકત કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન ઘટતાં લોકોએ રાહત અનુભવી હતી.

સુરતમાં 38.0 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તાપમાન

સુરતમાં 38.0 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તાપમાન છે. વલસાડ 38.8 ડિગ્રી તથા દમણ 36.2 ડિગ્રી તેમજ ભુજ 36.2 ડિગ્રી તથા કંડલા 37.8 ડિગ્રી અને અમરેલી 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર 37.6 ડિગ્રી, રાજકોટ 37.9 ડિગ્રી અને સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તથા મહુવા 38.4 ડિગ્રી અને કેશોદ 37.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થયુ હતુ. 3 દિવસ અગાઉ તો પારો 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો રીતસર આગ ઓકતી ગરમીમાં શેકાયા હતા. પરંતુ 2 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરિણામે ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

Back to top button