- હજુ શિયાળાની ઠંડીએ જમાવટ કરી નથી
- દિવસનું મહત્તમ તાપમાન 29.6ને બદલે 26.2 ડિગ્રી રહ્યું
- દિવસે વધતી ઠંડીથી શહેરીજનો ઠુંઠવાયા
ગુજરાતની ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તેમજ અમદાવાદ શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન 29.6ને બદલે 26.2 ડિગ્રી રહ્યું છે. દિવસે વધતી ઠંડીથી શહેરીજનો ઠુંઠવાયા છે. રાત્રી દરમિયાન હજુ શિયાળાની ઠંડીએ જમાવટ કર્યો નથી.
નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ
નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તેમજ ભુજ અને કંડલામાં 16 ડિગ્રી, અમરેલી, કેશોદ અને સુરેન્દ્રનગરમાં પણ 16 ડિગ્રી તથા ડિસા અને ગાંધીનગરમાં તાપમાન 15 ડિગ્રી સાથે અમદાવાદમાં 16 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી ઓછુ નોંધાતા દિવસ દરમિયાન લોકો થથરી ઉઠયાં હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ભર બપોરે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અત્યારના વાતાવરણમાં તાવ, શરદી જેવી બિમારીનું પ્રમાણ
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી વિગતો મુજબ અમદાવાદમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયુ હતુ, જે સામાન્ય કરતાં 3.4 ડિગ્રી નીચુ નોંધાયુ છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાઈને 16.2 ડિગ્રીએ પહોચ્યો છે, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ નોંધાયુ છે. રાત્રી દરમિયાન હજુ શિયાળાની ઠંડીએ જમાવટ કર્યો નથી, પરંતુ દિવસે વધતી ઠંડીથી શહેરીજનો ઠુંઠવાયા છે. જેથી દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રો પહેરીને નિકળ્યાં હતા. તબિબોના અનુમાન મુજબ અત્યારના વાતાવરણમાં તાવ, શરદી જેવી બિમારીનું પ્રમાણ વધી શકે છે.
લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાવવું જોઈએ
હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી ઓછુ નોંધાઈ રહ્યું છે જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. માત્ર 4 જ શહેરનું તાપમાન 16 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. અત્યારે સિઝન મુજબ અમદાવાદનું મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાવવુ જોઈએ જ્યારે લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાવવું જોઈએ.