ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં માવઠાના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી

Text To Speech
  • રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું
  • કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો
  • આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વરસાદ આવી ગયો છે. ગત રોજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી ગયો છે. ભરશિયાળે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભરશિયાળે માવઠું આવ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ 

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું

રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સોમવાર અને મંગળવાર બે દિવસ દરમિયાન હળવો કમોસમી વરસાદ પડવાના એંધાણ હતા તેમાં વરસાદ થયો છે. તથા મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયાં છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું છે. ત્રણ દિવસમાં જ અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 5થી 6 ડિગ્રી જેટલો ઊંચકાયો છે.

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે

ધરમપુર તાલુકાના અંતરિયાળ અને સરહદીય વિસ્તારોનાં ગામોમાં મંગળવારે વહેલી સવારે 3 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડયો હતો. ધરમપુરના તામછડી આંબા જંગલ, વેરીભવાડા, ઉલસપિંડી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેતરોના ઊભા પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી છે. દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

Back to top button