પાર્થિવ પટેલે કરી મોટી ભવિષ્યવાણી : IPLમાં 600થી વધુ રન બનાવશે આ ખેલાડી
- ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે કરી ભવિષ્યવાણી
- IPLમાં શુભમન ગિલ આ સિઝનમાં 600થી વધુ રન બનાવશે
- IPL 2023ની પ્રથમ મેચમાં શુભમન ગિલે કર્યું હતુ શાનદાર પ્રદર્શન
IPL 2023ની શરૂઆત ભવ્ય રીતે થઈ છે. ગુજરાત ટાઇટન્સે સિઝનની તેમની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટથી જીત હાંસિલ કરી હતી. આ મેચમાં ગુજરાત તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે બનાવ્યા હતા. હવે ગિલના આ શાનદાર પ્રદર્શનને લઈને પાર્થિવ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે.
પાર્થિવ પટેલે કરી ભવિષ્યવાણી
ગુજરાત ટાઇટન્સ એ IPL 2023 માં સિઝનની શાનદાર શરૂઆત કરી છે. ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવી હતી. આ મેચને લઈને પાર્થિવ પટેલે તેમની પ્રતિક્રિયા આપી હતી . પાર્થિવ પટેલે ગુજરાતની જીતની પ્રશંસા કરી અને તેને પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે શુભમન ગિલ મોટા સ્કોરિંગ સિઝનમાં સામેલ થઈ શકે છે. પાર્થિવ પટેલે કહ્યું, “ગુજરાત ટાઇટન્સે જે રીતે ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત કરી, અમે જોયું કે રિદ્ધિમાન સાહાને પહેલી છ ઓવરમાં શક્ય તેટલી મુક્ત રીતે રમવાની તક આપવામાં આવી હતી.”
શુભમન ગિલ 600થી વધુ રન બનાવશે
તેણે વધુમાં ઉમેર્યું, “આ વિકેટ પર લક્ષ્યાંક બરાબરીથી નીચે હતો,શુભમન ગિલે તે કર્યું જે આપણે જાણીએ છીએ કે ગિલ શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી શકે છે. તેણે આઈપીએલમાં તેના આંતરરાષ્ટ્રીય ફોર્મને આગળ વધાર્યું છે. મને લાગે છે કે શુભમન ગિલ આ સિઝનમાં 600થી વધુ રન બનાવશે.
શુભમન ગીલે 36 બોલમાં 63 રન બનાવ્યા હતા
તમને જણાવી દઈએ કે શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ગાયકવાડે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે 36 બોલમાં 63 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : બાયડમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકે બાઇકને ટક્કર મારતા બે બાળકો સહિત 4ના મોત