ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 1
ગુજરાતમાં ચૂંટણી જાણે કે તહેવાર હોય તેમ મનાવાઇ રહી છે. તેવામાં આ વખતે ચૂંટણીમાં વિકાસની સાથે સાથે જાતી અને ધર્મનો મુદ્દો તો છે અને મોંઘવારી તથા બેકારીની ચર્ચા થઇ રહી છે. જેમાં ગુજરાતમાં ખાસ ગણાતો જીલ્લો અમદાવાદ છે. તેમાં વિધાનસભાની ચૂંટણીમાં 21 બેઠક માટે સમગ્ર અમદાવાદ જીલ્લામાં સામાજિક સમીકરણો અને જાતિગત સમીકરણો પર રાજકારણ કરવામાં આવે છે, એટલે કે ઉમેદવારોને નક્કી કરાય છે. તથા તેમને જીત પણ જનતા અપાવે છે. અમદાવાદની આ બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ 2012, 2017ના ઐતિહાસિક ચૂંટણીના આંકડાઓ…
ઘાટલોડિયા બેઠક:
અમદાવાદ શહેરમાં ઘાટલોડિયાની બેઠક જીતવી તે આ વખતે મુખ્યમંત્રી માટે પ્રતિષ્ઠાની જંગ છે. કારણ કે આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. તેમાં આ વખતે મુખ્યમંત્રી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જેમાં પાટીદારોની સંખ્યા આ બેઠક પર વધુ છે.
વર્ષ 2012માં મહિલા ઉમેદવાર તરીકે ભાજપના આનંદીબેન પટેલને 154599 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ રમેશભાઇ પ્રહલાદભાઇ (દુધવાલા)ને 44204 મત મળ્યા હતા. 110395 મતથી આનંદીબેન જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ભુપેન્દ્ર પટેલને 175652 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ શશિકાંત (ભુરાભાઈ)ને 57902 મત મળ્યા હતા. 117750 મતથી ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા. જેમાં ઘાટલોડિયા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 219564 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 207273 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 14 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 426851 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
વિરમગામ બેઠક:
વિરમગામ ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. દેત્રોજ – રામપુરા તાલુકા, માંડળ તાલુકા. વિરમગામની ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી.વિરમગામ શહેર ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. વિરમગામ શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા (Election 2022) આપ્યા છે. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022માં ફરી એક વાર જીતના પરચમ લહેરાવવા તૈયારી કરતી દેખાઈ રહી છે. વિરમગામ બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2007થી આ બેઠક પર કોંગ્રેસ સતત વિજયી બનતી આવી છે અને ભાજપ માટે આ બેઠક પર વિજય મેળવવો કપરો સાબિત થાય છે.
વર્ષ 2012માં ઉમેદવાર તરીકે કોંગ્રેસના તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને 84930 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ પ્રાગજીભાઈ નારણભાઈને 67947 મત મળ્યા હતા. જેમાં તેજશ્રીબેન 16983 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈને 76178 મત મળ્યા હતા. તથા ભાજપના ડો.તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને 69630 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈ મતથી 6548 મતથી જીત્યા હતા. જેમાં વિરમગામ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 155923 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 146620 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 302547 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
સાણંદ બેઠક:
સાણંદ વિધાનસભા બેઠકને અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવે છે. સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના ગામો વાસણા નાનોદરા, નાનોદરા, કાવલા, સાંકોદ, વાસણા ધેધલ, ધેધલ, રજોડા, આદ્રોડા, હસનનગર, છબાસર, બલદાણા, મેટલ, દેવધોલેરા, દેવડથલ, દુર્ગી, મેણી, દુમાલી, કેસરાંડી, રણદંડ, લગામ, અમીપુરા, કોચરીયા, કેરલા, કાનોતર, શિયાળ, સરલા, કાલીવેજી, મીઠાપુર, બાવળા (એમ) વગેરે આ બેઠક હેઠળ આવતા મુખ્ય વિસ્તારો છે.
વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર કરમસીભાઈ વિરજીભાઈ પટેલને 73453 મત મળ્યા હતા. તથા ભાજપના કમાભાઈ ગગજીભાઈ રાઠોડને 69305 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કરમસીભાઈ વિરજીભાઈ પટેલ 4148 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કનુભાઈ કરમશીભાઈ પટેલને 67692 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરૂભાઈને 59971 મત મળ્યા હતા. તેથી કનુભાઈ કરમશીભાઈ પટેલ 7721 મતથી જીત્યા હતા. જેમાં સાણંદબેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 144561 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 136288 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 280855 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
વેજલપુર બેઠક:
વેજલપુર વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ-ઓકાફ, જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર કિશોરસિંહ બાબુલાલ ચૌહાણને 113507 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પઠાણ મુર્તુજા ખાન અકબર ખાનને 72522 મત મળ્યા હતા. જેમાં કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ 40995 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ચૌહાણ કિશોરસિંહ બાબુલાલને 117748 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના શાહ મિહિરભાઈ સુબોધભાઈને 95181 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ કિશોરસિંહ 22567 મતથી જીત્યા હતા. જેમાં વેજલપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 198419 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 188626 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 17 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 387062 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
વટવા બેઠક:
વટવા વિધાનસભા બેઠકને અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવે છે. વટવા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ શહેર તાલુકો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં.- 42, ઓઢવ – 47 તેમજ દસક્રોઈ તાલુકા ગામો – કણભા, કુજાડ, બાકરોલ બુજરંગ, ગાત્રાડ, મેમદપુર, બીબીપુર, ગેરાતનગર, વંચ, ધમતવન, વિંઝોલ, વટવા, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ વગેરેનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજાને 95580 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ અતુલકુમાર રવજીભાઈને 48648 મત મળ્યા હતા. જેમાં પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા 46932 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજાને 131133 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ બિપિનચંદ્ર રૂગનાથભાઈ (બિપિનકાકા)ને 68753 મત મળ્યા હતા. જેમાં પ્રદિપસિંહ 62380 મતથી જીત્યા હતા. જેમાં વટવા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 212067 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 183607 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 21 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 395695 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
એલિસબ્રિજ બેઠક:
આ બેઠક પર ભાજપ સતત 45 વર્ષથી રાજ કરી રહ્યુ છે. વર્ષ 1972 બાદ કોંગ્રેસ અહીં ક્યારેય જીતી શકી નથી. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનો ગઢ રહી છે.
વર્ષ 2012માં ભાજપના રાકેશ શાહને 106631 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના કમલેશકુમાર બાબુલાલ શાહને 29959 મત મળ્યા હતા. જેમાં રાકેશ શાહ 76672 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના શાહ રાકેશભાઈ જસવંતલાલને 116811 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના દવે વિજયકુમાર રતિલાલને 31606 મત મળ્યા હતા. જેમાં શાહ રાકેશભાઈ 85205 મતથી જીત્યા હતા. જેમાં એલિસબ્રિજ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 133469 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132875 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 266348 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
નારણપુરા બેઠક:
આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. 11, 12, 13, 14નો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના અમિત શાહને 103988 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડો. જીતુભાઈ બી. પટેલને 40653 મત મળ્યા હતા. જેમાં અમિત શાહ 63335 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપમાં કૌશિકભાઈ જમનાદાસ પટેલ (કૌશિક પટેલ)ને 106458 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના નીતિનભાઈ કાંતિભાઈ પટેલને 40243 મત મળ્યા હતા. જેમાં કૌશિક પટેલ 66215 મતથી જીત્યા હતા. જેમાં નારણપુરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 128198 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 121670 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 7 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 249875 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
નિકોલ બેઠક:
આ વિધાનસભા બેઠક અમદાવાદમાં ગણવામાં આવે છે. વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવા જનહિતમાં માગણી કરી છે. જો કે, નવું સીમાંકન 2026 બાદ જ થવાનું હોવાથી 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બંને વિસ્તારો દૂર થાય તે શક્યતાઓ ઓછી છે.
વર્ષ 2012માં ભાજપના પંચાલ જગદીશ ઈશ્વરભાઈને 88286 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઘોરી નરસિંહભાઈ જયરામભાઈને 39574 મત મળ્યા હતા. જેમાં પંચાલ જગદીશ ઈશ્વરભાઈ 48712 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના જગદીશ પંચાલને 87764 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગોહિલ ઇન્દ્રવિજયસિંહને 62884 મત મળ્યા હતા. જેમાં જગદીશ પંચાલ 24880 મતથી જીત્યા હતા. જેમાં નિકોલ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 137349 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 118912 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 8 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 256269 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
નરોડા બેઠક:
વર્ષ 1990થી ભાજપ નરોડા બેઠક પરથી સતત જીતી રહ્યું છે. જેથી આ બેઠકને ભાજપની કમિટેડ બેઠક માનવામાં આવે છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના નિર્મલાબેન સુનિલભાઈ વાધવાણીને 96333 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ભરવાડ ભવાનભાઈ સુરાભાઈને 37981 મત મળ્યા હતા. જેમાં નિર્મલાબેન 58352 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના થવાણી બલરામ ખૂબચંદને 108168 મત મળ્યા હતા. તથા કોંગ્રસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદને 48026 મત મળ્યા હતા. જેમાં થવાણી બલરામ 60142 મતથી જીત્યા હતા. જેમાં નરોડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 156379 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 139663 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 33 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 296075 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ઠક્કરબાપા નગર બેઠક:
વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. ઠક્કરબાપા નગર બેઠકમાં સૌરાષ્ટ્રના પાટીદારોનું વર્ચસ્વ છે. આ બેઠકમાં બાપુનગરનો પરંપરાગત ભાજપનો ગઢ શામેલ છે. વર્ષ 2012 અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.
વર્ષ 2012માં ભાજપના વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયાને 88731 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ ગીતાબેન પ્રણવકુમારને 39480 મત મળ્યા હતા. જેમાં વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયા 49251 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કાકડિયા વલ્લભભાઈ ગોબરભાઈને 88124 મત મળ્યા હતા. તથા બાબુભાઈ માવજીભાઈ માંગુકીયાને 54036 મત મળ્યા હતા. જેમાં કાકડિયા વલ્લભભાઈ 34088 મતથી જીત્યા હતા. જેમાં ઠક્કરબાપા નગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 128018 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 114944 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 242971 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.