સંસદ સ્મોક એટેકઃ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ
- અન્ય ફરાર આરોપી લલિત ઝાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી
- મામલાને લઈને UAPAની કલમો અને IPC કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
નવી દિલ્હી, 14 ડિસેમ્બર : દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ વિભાગે સંસદની સુરક્ષામાં ચૂકની ઘટનાની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી લલિત ઝા ફરાર છે. પોલીસ લલિત ઝાને શોધવામાં વ્યસ્ત છે. આ મામલામાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) કલમો અને IPCની કલમ 120B, 452 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દેશની સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની તપાસ ઘણા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત કરશે.
STORY | Parliament security breach: Case under UAPA registered
READ: https://t.co/oc9ct9clRg
(PTI Photo) pic.twitter.com/uhXTQaToBR
— Press Trust of India (@PTI_News) December 14, 2023
મામલાની તપાસ ઘણા મુદ્દાઓ પર ધ્યાન કરશે કેન્દ્રિત
આ મામલો ખૂબ ગંભીર હોવાથી સ્પેશિયલ સેલ વિભાગ હવે આ મામલે અનેક મુદ્દાઓ પર તેની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મળતી માહિતી મુજબ, સ્પેશિયલ સેલ તપાસ કરશે કે આ આરોપીઓએ શાળા અને કોલેજનો અભ્યાસ ક્યાંથી કર્યો હતો. છેલ્લા 1 વર્ષમાં આરોપીઓ કઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા? જેમ કે, શું તેઓ કોઈ વિરોધ પ્રદર્શન, રેલી કે કોઈ જાહેર કાર્યક્રમમાં એકબીજાને મળ્યા નથી?
આરોપીઓના મોબાઈલ અને લેપટોપની કરવામાં આવશે તપાસ
આ સાથે સ્પેશિયલ સેલ વિભાગ એ પણ માહિતી એકત્રિત કરશે કે તેઓ કેટલી વાર દિલ્હી આવ્યા અને શા માટે આવ્યા. ઘટના પહેલા તેઓ દિલ્હી ક્યારે આવ્યા હતા અને ક્યાં રોકાયા હતા. બુધવારે પહેલીવાર સંસદ ભવન પાસે આવ્યા હતા કે અગાઉ પણ રેકી કરી હતી ? આ સાથે આરોપીઓ પાસે મોબાઈલ ફોન, લેપટોપ કે કોઈ ડીજીટલ ડીવાઈસ હશે તો તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને તેના સમગ્ર ઈતિહાસની ચકાસણી કરવામાં આવશે. આ કામ માટે સ્પેશિયલ સેલ વિભાગના IFSO યુનિટની પણ મદદ લઈ શકાય છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ કરવામાં આવશે તપાસ
સ્પેશિયલ સેલ વિભાગ આ આરોપીઓની સોશિયલ મીડિયા એક્ટિવિટીની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ લોકો કઈ વિચારધારાથી પ્રભાવિત છે અથવા તેઓ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેની માહિતી પણ પરિવારના સભ્યો પાસેથી એકત્ર કરશે. તમામ આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને દરેકના ફોન કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ઘટનાના એક દિવસ પહેલા તેઓએ કોની સાથે શું વાત કરી હતી, કોનું પ્લાનિંગ હતું અને કોને ખબર હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવશે.
આ પણ જુઓ :સંસદમાં ‘સ્મોક એટેક’ની આરોપી નીલમના સમર્થનમાં ખેડૂતો કરશે દેખાવો