ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદ સ્મોક એટેક કેસ: કોર્ટે લલિત ઝાને સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યો

  • સંસદ સ્મોક એટેક કેસમાં મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ શિંદે, નીલમ, લલિત ઝા અને વિકી એમ કુલ છ લોકો પોલીસના હાથે ઝડપાયા
  • લલિત ઝાને આજથી સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: પટિયાલા હાઉસ કોર્ટે સંસદની સુરક્ષામાં મોટી ભૂલના મુખ્ય કાવતરાખોર ગણાતા લલિત ઝાને આજે (15 ડિસેમ્બર) પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. લલિત ઝાને આજથી સાત દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે.

પોલીસના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસે લલિત ઝા જોડેથી એ પુછ પરછ કરવાની બાકી છે કે પૈસા ક્યાંથી આવ્યા અને તેમનો હેતુ શું હતો? પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં લલિત ઝાનું નામ માસ્ટર માઈન્ડ તરીકે સામે આવ્યું છે. જેથી આમના મોબાઈલ ફોન પણ રિકવર કરવા પડશે. આ કારણોસર અમને 15 દિવસની કસ્ટડીની જરૂર છે.

 

  • પોલીસની 15 દિવસની કસ્ટડીની માંગને કોર્ટે સાત દિવસની સ્વીકારી છે. અને લલિત ઝાને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સ્મોક એટેક કેસમાં કોણ-કોણ સામેલ હતા?

લોકસભાની સુરક્ષામાં ભંગ કરવાના કાવતરામાં છ લોકો સામેલ હતા. લલિત ઉપરાંત સાગર શર્મા અને મનોરંજન ડી છે, જેઓ ગૃહમાં સાંસદોની બેઠકમાં કૂદી પડ્યા હતા અને સ્મોક એટેક કર્યો હતો. નીલમ અને અમોલ શિંદે એ જ છે જેમણે સંસદ પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને સ્મોક એટેક દ્વારા ધુમાડો ફેલાવ્યો હતો. તેનો એક સહયોગી વિક્કી પણ પોલીસ કસ્ટડીમાં છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે (14 ડિસેમ્બર) મનોરંજન, સાગર, અમોલ શિંદે અને નીલમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસે ગુરુવારે કહ્યું કે સંસદની સુરક્ષાનો ભંગ કરવો એ આતંકવાદી પ્રવૃત્તિ સમાન છે. આ કારણોસર, અમે આરોપીઓ વિરુદ્ધ IPC અને UAPAની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે.

આ ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ પણ આ મામલાની તપાસ કરી રહી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ ઉપરાંત સંસદની સુરક્ષાને સુધારવા માટેના સૂચનો પર પણ રિપોર્ટ આપશે.

દિલ્હી પોલીસે શું ખુલાસો કર્યો છે?

દિલ્હી પોલીસે આ કેસ અંગે કહ્યું છે કે તમામ આરોપીઓ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. ઘણા દિવસોથી કાવતરું ઘડી રહ્યા હતા.

આ પણ વાંચો: શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને ફટકો, સરવે પર સ્ટે આપવાનો SCનો ઇનકાર

Back to top button