Parliament Session/ સત્રના છેલ્લા દિવસે ગૃહમાં કંઈક મોટું થવાનું છે? ભાજપે તેના તમામ સભ્યોને વ્હીપ જારી કર્યો
નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી : ભાજપે તેના તમામ સભ્યોને વ્હીપ જારી કરીને 10 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સંસદનું બજેટ સત્ર 10 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યું છે. અગાઉ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું હતું, પરંતુ સત્ર એક દિવસ લંબાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદમાં બજેટ સત્રના અંતિમ દિવસે કંઈક મોટું થઈ શકે છે.
ભાજપે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને 10 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે, કારણ કે બંને ગૃહોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ કાયદાકીય કામો પર ચર્ચા થઈ શકે છે. ઉપલા ગૃહમાં ભાજપના મુખ્ય દંડક લક્ષ્મીકાંત બાજપાઈએ પાર્ટીના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને સરકારના સ્ટેન્ડને ટેકો આપવા માટે 10 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
BJP Chief Whip in the Rajya Sabha, Laxmikant Bajpai issues a three-line whip to party MPs to be present in the Rajya Sabha on 10th February to support the government’s stand. pic.twitter.com/XTVT0ciwi5
— ANI (@ANI) February 9, 2024
‘સાંસદોએ આખો દિવસ ગૃહમાં હાજર રહેવું જોઈએ’
લક્ષ્મીકાંત બાજપેયી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના તમામ રાજ્યસભા સાંસદોને જાણ કરવામાં આવે છે કે 10 ફેબ્રુઆરી, 2024ને શનિવારે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાયદાકીય કામકાજ લાવવામાં આવશે. ભાજપના તમામ સભ્યોને શનિવારે આખો દિવસ ગૃહમાં ફરજીયાત હાજર રહેવા અને સરકારને સમર્થન આપવા વિનંતી છે.
આ પણ વાંચો: Video: શિવસેનાના નેતાની FB લાઈવ દરમિયાન થયેલી હત્યાનો વીડિયો