ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટને તેના બોયફ્રેન્ડે પેટ્રોલ નાખીને સળગાવી, થયું કરૂણ મૃત્યુ 

Text To Speech

કેન્યા, 5 સપ્ટેમ્બર: ઓલિમ્પિક એથ્લેટ રેબેકા ચેપ્ટેગીનું અવસાન થયું છે. રવિવાર (1 સપ્ટેમ્બર)ના રોજ તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર હુમલો કરી તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલા બાદ તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેનું મૃત્યુ થયું હતું.  યુગાન્ડાની ઓલિમ્પિક સમિતિએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે તે એન્ડેબેઝમાં રહેતી હતી અને અહીં તાલીમ પણ લેતી હતી.

ઉત્તર-પશ્ચિમ કેન્યાના અધિકારીઓએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે તેણી રવિવારે ચર્ચમાંથી પરત ફરી રહી હતી ત્યારે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા તેણીને નિશાન બનાવવામાં આવી હતી. આ જીવલેણ હુમલામાં તેના શરીરનો 75 ટકા ભાગ દાઝી ગયો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં અંતરની દોડવીર રેબેકા ચેપ્ટેગીએ 44મું સ્થાન મેળવ્યું હતું. આરોપીની ઓળખ ડિક્સન નદીમા મરાંગાચ તરીકે થઈ છે. આગના કારણે તે પણ ઘાયલ થયો હતો.

રેબેકાના શરીર પર 80 ટકા દાઝી ગયેલા નિશાન હતા. ગયા મહિને જ તેણે પેરિસ ઓલિમ્પિકમાં મેરેથોનમાં ભાગ લીધો હતો. રવિવારે બનેલી ઘટના બાદ એલ્ડોરેટ શહેરની મોઇ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.  ‘મેરેથોન દોડવીર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે જમીનના વિવાદને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ તેમને આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રાન્સ એનઝોઆ કાઉન્ટીના પોલીસ કમાન્ડર જેરેમિયા ઓલે કોસિઆમે સોમવારે જણાવ્યું હતું કે ચેપ્ટેગીના પાર્ટનર ડિક્સન એનડીમાએ પેટ્રોલનું જર્કિન ખરીદ્યું હતું, તેને ચેપ્ટેગી પર રેડ્યું હતું અને રવિવારે બોલાચાલી દરમિયાન તેને આગ લગાવી દીધી હતી. તે પોતે દાઝી ગયો હતો અને તે જ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

 માતા-પિતાએ ખુલાસો કર્યો

ચેપ્ટેગીના માતા-પિતાએ આ અંગે મૌન તોડ્યું છે. તેમની પુત્રીએ ટ્રાન્સ ન્ઝોઆમાં જમીન ખરીદી હતી જેથી તે કાઉન્ટીના એથ્લેટિક્સ તાલીમ કેન્દ્રોની નજીક રહી શકે, તેમણે કહ્યું. સ્થાનિક ચીફ દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આગ લાગી તે પહેલાં જ્યાં ઘર બાંધવામાં આવ્યું હતું તે જમીન પર બંને વચ્ચે ઝગડો થયો હતો.

Back to top button