પેરિસ ઓલિમ્પિક 2024 : ગોલ્ફમાં જોવા મળી શકે છે ભારતનો દબદબો, આ ખેલાડી પર રહેશે તમામની નજર
- પેરિસ ઓલિમ્પિકમાં 24 જુલાઈથી શરુ થશે ઈવેન્ટ્સ
- મહિલાઓની ગોલ્ફ ઈવેન્ટ 7મી ઓગસ્ટથી શરૂ થશે, આ દરમિયાન તમામની નજર અદિતિ અશોક પર રહેશે
નવી દિલ્હી, 18 જુલાઈ : ભારતે સત્તાવાર રીતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમ મોકલી છે, જેમાં 6 ગોલ્ફરોનો સમાવેશ થાય છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષ ખેલાડીઓના નામ છે. આમાં જે ખેલાડીની મેડલ જીતવાની અપેક્ષા છે તે મહિલા સ્ટાર ગોલ્ફર અદિતિ અશોક છે, જે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં થોડાક અંતરેથી ચૂકી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાશે, જ્યારે ઈવેન્ટ્સ 24 જુલાઈથી જ શરૂ થશે.
આ પણ વાંચો : ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુ પર હસનાર અમેરિકન પોલીસકર્મીને મળી સજા, બરતરફ કરવામાં આવ્યો
અદિતિ અશોક સહિત આ ખેલાડીઓ થયા છે ક્વોલિફાય
જો આપણે ભારત તરફથી ગોલ્ફ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓની વાત કરીએ તો ગોલ્ફ રેન્કિંગ (OGR) ની યાદીમાંથી ઓલિમ્પિક ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. OGR ગોલ્ડરો દ્વારા ક્વોલિફિકેશન વિન્ડોમાં હાંસલ કરવામાં આવેલા સરેરાશ સ્કોર પર કામ કરે છે, જેમાં પુરુષો માટે 17 જૂન અને મહિલાઓ માટે 24 જૂનની રેન્કિંગ કટ-ઑફ તારીખ સેટ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ભારતની મહિલા ખેલાડીઓમાંથી, અદિતિ અશોક અને દીક્ષા ડાગરે પોતાનું સ્થાન બનાવ્યું, જયારે પુરુષ ખેલાડીઓમાં, શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લરે ઓલિમ્પિક્સ 2024 માટે ક્વોટા મેળવ્યો.
પેરિસ ઓલિમ્પિકમાં આ દિવસે ગોલ્ફ ઇવેન્ટ સ્પર્ધાઓ યોજાશે
જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ફ ઈવેન્ટની વાત કરીએ તો તેમાં પુરૂષો અને મહિલાઓમાં કુલ 60-60 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 1 ઓગસ્ટથી પુરુષોની ગોલ્ફ ઈવેન્ટ રમાશે, જ્યારે મહિલાઓની ગોલ્ફ ઈવેન્ટ 7મી ઓગસ્ટથી શરૂ થશે. આ દરમિયાન તમામની નજર અદિતિ અશોક પર રહેશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં લૂંટની 3 ઘટનાઓ, લૂંટારૂઓને પકડવા પોલીસ દોડતી થઈ