ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

Paris Olympics 2024: જોકોવિચે તોડ્યું નડાલનું સપનું, પેરિસ ઓલિમ્પિકમાંથી બતાવ્યો બહારનો રસ્તો

Text To Speech

પેરિસ, 29 જુલાઈ: નોવાક જોકોવિચે ટેનિસ સિંગલ્સમાં બીજો ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું રાફેલ નડાલનું સપનું તોડી નાખ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં સર્બિયાના જોકોવિચે રાફેલ નડાલને આસાનીથી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો બીજા રાઉન્ડમાં થયો હતો. ટોચના ક્રમાંકિત જોકોવિચે આ મેચમાં નડાલને 6-1, 6-4થી હરાવ્યો હતો. આ સાથે જોકોવિચે પેરિસ ઓલિમ્પિકના મેન્સ સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

પોતાના મનપસંદ કોર્ટ પર બે મેચ હારી ચૂકેલા નડાલ માટે 2024 દુઃસ્વપ્ન રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, તે ફ્રેન્ચ ઓપનના પ્રારંભિક રાઉન્ડની મેચમાં એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે હારી ગયો હતો. આ વખતે, સેન્ટર કોર્ટ પર તેજોકોવિચે સ્પેનિયાર્ડને હરાવવા માટે માત્ર એક કલાક અને 43 મિનિટનો સમય લીધો.

જોકોવિચે નડાલને આસાનીથી હરાવ્યો

પ્રથમ સેટ સંપૂર્ણપણે એકતરફી હતો કારણ કે જોકોવિચે ડબલ બ્રેક સાથે 5-0ની સરસાઈ મેળવી હતી.જોકોવિચે પ્રથમ સેટમાં માત્ર 39 મિનિટમાં જોકોવિચને હરાવ્યો હતો. નડાલે તેના ફોરહેન્ડ પર ભૂલ કર્યા પછી સેટ સમાપ્ત થયો.

આ પણ વાંચો..65 વર્ષનો થયો સંજય દત્ત, વાઈફ માન્યતાએ દિલ ખોલીને વરસાવ્યો પ્રેમ!

Back to top button