પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારંભ ક્યારે અને ક્યાં જોશો? ભારતનો ધ્વજ કોના હાથમાં? જાણો
પેરિસ- 11 ઓગસ્ટ : પેરિસ ઓલિમ્પિક 2024 અંતના આરે છે. 26 જૂલાઈએ ઉદ્ઘાટન સમારંભ સાથે શરૂ થયેલી ઓલિમ્પિક ગેમ્સનો સમાપન સમારંભ 12 ઓગસ્ટે યોજાવાનો છે. પેરિસ ઓલિમ્પિકમાં દસ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને કુલ 6 મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારંભ સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં અંદાજે 80,000 ચાહકોની હાજરીમાં યોજાશે. આ ઇવેન્ટને ‘રેકોર્ડ્સ’ નામ આપવામાં આવ્યું છે અને ફ્રેન્ચ થિયેટર ડિરેક્ટર અને અભિનેતા થોમસ જોલી તમામ કામગીરીની દેખરેખ રાખશે.
આ સમયે સમાપન સમારંભ શરૂ થશે
સમાપન સમારંભ ઓલિમ્પિક મશાલને ઔપચારિક રીતે હોલવવા સાથે ઇવેન્ટની શરૂઆત થશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ચીફ થોમસ બાચ અને ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની ઈસ્ટાનગુએટ વક્તવ્ય આપશે. સમાપન સમારંભ ભારતીય સમય અનુસાર મધ્યરાત્રીએ 12:30 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ બે કલાક અને ત્રીસ મિનિટ સુધી ચાલશે.
આ ચેનલો પર લાઈવ જોઈ શકો છો ઈવેન્ટ
પેરિસ ઓલિમ્પિક 2024 ના સમાપન સમારંભનું ભારતમાં Sports18 1 SD અને Sports18 1 HD પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ભારતમાં તમે આ ચેનલો પર સમાપન સમારોહ લાઈવ જોઈ શકો છો. ભારતમાં ડિજિટલ અનુભવ માટે સમાપન સમારોહ JioCinema પર જોઈ શકાય છે. તમને Jio સિનેમા એપ પર મફતમાં લાઈવ સ્ટ્રીમિંગ બતાવવામાં આવશે. આ માટે તમારે માત્ર ડેટા ખર્ચ કરવો પડશે.
મનુ ભાકર અને પીઆર શ્રીજેશ ધ્વજવાહક હશે
સમાપન સમારંભમાં મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ ભારતીય ટીમના ફ્લેગ બેરર્સ હશે. શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. પીઆર શ્રીજેશે ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : Paris Olympics 2024: ભારતે 6 મેડલ સાથે કરી પેરિસ ઓલિમ્પિક્સની સફર પૂરી, 7મા મેડલ અંગે નિર્ણય હજુ બાકી